News of Saturday, 6th December 2025
ભારતમાં સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી ક્ષેત્રે વિદેશી રોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે: તાઈવાનની એલિજન્સ કંપની ૧,૦૦૦ કરોડનું રોકાણ કરશે: ઈનોવેશન પાર્ક સ્થપાશે
આ રોકાણથી સ્થાનિક સ્તરે હજારો યુવાનોને રોજગારી મળવાની સંભાવના : રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવો વેગ મળશે.

બેંગલુરૂ: ભારતમાં સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી ક્ષેત્રે વિદેશી રોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તાઈવાનની દિગ્ગજ કંપની એલિજન્સ ગૃપે કર્ણાટકમાં જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત કંપની કર્ણાટકમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે 'ઈન્ડિયા-તાઈવાન ઈન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ઈનોવેશન પાર્ક' ની સ્થાપના કરશે, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે.
કર્ણાટક સરકાર અને તાઈવાનના એલિજન્સ ગૃપ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે ટેકનોલોજીકલ સહયોગ વધારવાનો અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત કરવાનો છે. પ્રસ્તાવિત ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સ્ટાર્ટઅપ્સ અને ટેક કંપનીઓને સંશોધન અને વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આ રોકાણથી સ્થાનિક સ્તરે હજારો યુવાનોને રોજગારી મળવાની સંભાવના છે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવો વેગ મળશે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
