<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

શિયાળાની શરૂઆત સાથે જ ગાઢ ધુમ્મસના કારણે થતા અકસ્માતો રોકવા યમુના અને નોઈડા એક્સપ્રેસ વે પર વાહનોની ગતિ મર્યાદા ઘટી, હવે મહત્તમ ૭૫ કિમીની ઝડપે જ વાહન ચલાવી શકાશે

આ નવા નિયમ મુજબ હવે વાહનચાલકોએ ૧૦૦ ને બદલે ૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવું પડશે

નવી દિલ્હી: શિયાળાની શરૂઆત સાથે જ ગાઢ ધુમ્મસના કારણે થતા અકસ્માતો રોકવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોઈડા-ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ લિમિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૧૫ ડિસેમ્બરથી લાગુ થનારા આ નવા નિયમ મુજબ હવે વાહનચાલકોએ ૧૦૦ ને બદલે ૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવું પડશે.

ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતી હોવાથી ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓથોરિટીએ સ્પીડ લિમિટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. જે મુજબ, હળવા વાહનો માટે મહત્તમ ગતિ મર્યાદા ૧૦૦ કિમીથી ઘટાડીને ૭૫ કિમી પ્રતિ કલાક અને ભારે વાહનો માટે ૮૦ કિમીથી ઘટાડીને ૬૦ કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે. આ નિયમ આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી અમલમાં રહે તેવી શક્યતા છે અને નિયમનો ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.


 

(8:41 PM IST)