<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

અમિતભાઈએ બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું: બાયો-સીએનજી પ્લાન્ટથી ખેડૂતોને થશે ફાયદો: માત્ર દૂધ ઉત્પાદન જ નહીં પરંતુ ઉર્જા ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે

બાયો-સીએનજી પ્લાન્ટ કાર્યરત થવાથી પશુપાલકોના ગોબરમાંથી ગેસનું ઉત્પાદન થશે, જેનાથી તેમને વધારાની આવક મળશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે બનાસકાંઠામાં બનાસ ડેરીના કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવા માટે અત્યાધુનિક બાયો-સીએનજી પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે તેમણે સહકારી ક્ષેત્રે બનાસ ડેરીના યોગદાનને બિરદાવ્યું હતું.

બનાસ ડેરી દ્વારા સ્થાપિત આ નવા પ્રોજેક્ટ્સ માત્ર દૂધ ઉત્પાદન જ નહીં પરંતુ ઉર્જા ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે. બાયો-સીએનજી પ્લાન્ટ કાર્યરત થવાથી પશુપાલકોના ગોબરમાંથી ગેસનું ઉત્પાદન થશે, જેનાથી તેમને વધારાની આવક મળશે અને સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ થશે. અમિત શાહે જણાવ્યું હતું કે શ્વેત ક્રાંતિ બાદ હવે સહકારી ક્ષેત્ર ઉર્જા ઉત્પાદનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.

(8:47 PM IST)