News of Sunday, 7th December 2025
ભારતની અણુ શક્તિમાં વધારો: ૨૦૩૩ સુધીમાં તારાપુરમાં સ્થપાશે નેક્સ્ટ-જનરેશન ન્યુક્લિયર રિએક્ટર્સ
કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં ૨૦,૦૦૦ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી

તારાપુર: ભારત સરકારે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના તારાપુર ખાતે આગામી પેઢીના અત્યાધુનિક પરમાણુ રિએક્ટર્સ સ્થાપવામાં આવશે. કેન્દ્ર સરકારના બજેટ ૨૦૨૫-૨૬ માં આ પ્રોજેક્ટ માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે.
સરકારી અહેવાલો મુજબ, તારાપુર એટોમિક પાવર સ્ટેશન ખાતે ૨૦૩૩ સુધીમાં બે પ્રકારના સ્વદેશી બનાવટના "સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ" (એસ એમ આર) કાર્યરત કરવામાં આવશે. જેમાં ૨૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતું "બીએસએમઆર- ૨૦૦ (ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટર) અને ૫૫ મેગાવોટની ક્ષમતા ધરાવતું "એસ એમ આર -૫૫" સામેલ છે.
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી) દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ રિએક્ટર્સ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આધુનિક હશે અને પરંપરાગત રિએક્ટર્સ કરતાં ઓછી જગ્યામાં વધુ કાર્યક્ષમતા આપશે. આ પગલું ભારતને ૨૦૭૦ સુધીમાં "નેટ ઝીરો" કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદરૂપ થશે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
