News of Sunday, 7th December 2025
બેંગલુરુમાં જ રમાશે IPLની મેચ: બીજી જગ્યાએ શિફ્ટ નહીં થાય : BCCI પહેલા કર્ણાટકની મોટી જાહેરાત
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે કહ્યું કે, ‘અમે આઈપીએલને બીજી જગ્યાએ શિફ્ટ નહીં કરીએ અને તેને અહીં ચિન્નાસ્વામીમાં જ આયોજિત કરતા રહીશું

IPL-2026ની સિઝન માટે થોડા જ દિવસોમાં ખેલાડીઓની હરાજી થવાની છે, ત્યારે મેચોના આયોજન સ્થળને લઈને ચર્ચા ચાલી રહી હતી કે શું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને હોમ ગ્રાઉન્ડ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચો રમવા મળશે કે કેમ? આ અનિશ્ચિતતા વચ્ચે કર્ણાટક સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે આજે (7 ડિસેમ્બર) કહ્યું છે કે, ‘અમે આઈપીએલને બીજી જગ્યાએ શિફ્ટ નહીં કરીએ અને તેને અહીં ચિન્નાસ્વામીમાં જ આયોજિત કરતા રહીશું. આ બેંગલુરુ અને કર્ણાટકનું અભિમાન છે, જેને અમે જાળવી રાખીશું.’ તેમણે આ જાહેરાત કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA)ની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ કરી હતી.
ડી.કે.શિવકુમારનું આ નિવેદન ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આવ્યું છે. વાસ્તવમાં IPL-2025 સીઝનમાં RCB ચેમ્પિયન બન્યા બાદ ચોથી જૂને ટીમની વિજય પરેડ દરમિયાન સ્ટેડિયમની બહાર ભારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 ચાહકોના મૃત્યુ અને 50 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
