<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ભારતની સંસ્કૃતિ પથ્થરોમાં નહીં પણ પરંપરાઓમાં શ્વાસ લે છે: વડાપ્રધાન મોદી

ભારતીય વિરાસતની વ્યાખ્યા કરતા વડાપ્રધાને કહ્યું કે આપણી સંસ્કૃતિ માત્ર ઈતિહાસના પાના કે સ્મારકો પૂરતી સીમિત નથી, પરંતુ તે લોકજીવનમાં સતત વહેતી એક જીવંત ધારા છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભારતીય સભ્યતાના ઊંડાણનો પરિચય કરાવતા કહ્યું કે, ભારતની વિરાસત કોઈ મ્યુઝિયમમાં સચવાયેલી વસ્તુ નથી. અહીંની સંસ્કૃતિ સ્મારકો કે પ્રાચીન ગ્રંથોમાં જ કેદ નથી, પરંતુ તે સામાન્ય લોકોના તહેવારો, રોજિંદા અનુષ્ઠાનો, લોકકલા અને હસ્તકલામાં જીવંત છે. દરેક ભારતીયના શ્વાસમાં સંસ્કૃતિ ધબકે છે. તેમણે વિશ્વને સંદેશ આપ્યો કે ભારત માટે વારસો એ ભૂતકાળની સ્મૃતિ નહીં, પણ વર્તમાન અને ભવિષ્યને જોડતી કડી છે.

(9:39 AM IST)