<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

બંગાળ અને તમિલનાડુમાં એનડીએના વિજયની આગાહી કરતા અમિતભાઈએ કહ્યું - કોંગ્રેસ હવે ઈતિહાસ બની રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને લઈને મોટો દાવો કર્યો છે કે બંગાળ અને તમિલનાડુમાં એનડીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવશે કારણ કે જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.

 

એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશના રાજકીય નકશા પરથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું અસ્તિત્વ ઘટી રહ્યું છે. શાહના મતે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ હવે ભાજપ અને એનડીએ ગઠબંધન તરફ જનતાનો ઝુકાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીઓમાં આ બંને રાજ્યોમાં એનડીએ ઐતિહાસિક જીત નોંધાવશે, કારણ કે મતદારો હવે વિકાસ અને સ્થિરતા ઈચ્છે છે.

 

*હાર પચાવી ન શકનાર રાહુલ ગાંધી ઈવીએમ પર દોષ ઢોળે છે: અમિતભાઈનો પલટવાર*

 

વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ઈવીએમ અને મતદાર યાદી પર ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા અમિતભાઈ શાહે કહ્યું કે, જ્યારે જીતે ત્યારે ઈવીએમ સારા અને હારે ત્યારે ખરાબ, આ બેવડી નીતિ હવે નહીં ચાલે.

 

અમિતભાઈએ રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે, બિહારમાં એનડીએ અને ભાજપે બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવી છે, જે લોકશાહીનો વિજય છે. પરંતુ રાહુલ ગાંધી પોતાની હાર સ્વીકારવાને બદલે ઈવીએમ અને મતદાર યાદીમાં ગડબડી હોવાના બહાના શોધી રહ્યા છે. શાહે કટાક્ષ કર્યો કે હકીકત એ છે કે દેશની જનતાએ કોંગ્રેસ અને તેના ગઠબંધનને સ્વીકારવાની ના પાડી દીધી છે. પોતાની નિષ્ફળતા છુપાવવા વિપક્ષ હવે બંધારણીય સંસ્થાઓ પર શંકા કરી રહ્યો છે.

(9:41 AM IST)