તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 8th December 2025
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર કરાર માટે આજે નિર્ણાયક બેઠક, પીયૂષ ગોયલ પર નજર

ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફ.ટી.એ) ને ગતિ આપવા માટે આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો યોજાઈ રહી છે.
ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને યુરોપિયન કમિશનના ડાયરેક્ટર જનરલ સબાઈન વેયેન્ડ વચ્ચે આજે એક મહત્વપૂર્ણ મુલાકાત યોજાવા જઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ ની વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા અથવા તેમાં આવતા અવરોધોને દૂર કરવા માટે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે. બંને પક્ષો વચ્ચે વેપાર, રોકાણ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને લઈને ચર્ચા થશે. આ કરાર થવાથી ભારતીય નિકાસકારોને યુરોપના વિશાળ બજારમાં સરળ પ્રવેશ મળી શકશે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
