તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th December 2025
ઈન્ડિગો સંકટ પર સંસદીય સમિતિ લાલઘૂમ: એરલાઈન્સના માલિકો અને ડીજીસીએને સમન્સ પાઠવવાની તૈયારી

ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોમાં ચાલી રહેલી અનિયમિતતાઓ અને મુસાફરોની હાલાકીને ધ્યાનમાં લઈ સંસદીય સમિતિએ કડક વલણ અપનાવ્યું છે અને જવાબદારોને તલબ કરવાની ચીમકી આપી છે.
ઈન્ડિગો એરલાઈન્સમાં તાજેતરમાં સર્જાયેલી ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સમસ્યાઓએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે સંસદીય સ્થાયી સમિતિએ ગંભીર નોંધ લીધી છે. સમિતિએ સંકેત આપ્યો છે કે તેઓ માત્ર ઈન્ડિગો જ નહીં પરંતુ તમામ ખાનગી એરલાઈન્સના ટોચના અધિકારીઓ અને ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. મુસાફરોને પડતી મુશ્કેલીઓ અને સેવામાં બેદરકારી બદલ સમિતિ કડક પગલાં ભરવાના મૂડમાં છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
