News of Monday, 8th December 2025
ગૌરવ ખન્નાના શિરે ‘‘બિગ બોસ''નો તાજઃ ૫૦ લાખ મળ્યાઃ ફરહાના બની ફર્સ્ટ રનર અપ
૧૦૬ દિવસનો ડ્રામા-ટાસ્ક-ઝગડા લાખો વોટો બાદ યોજાયો ગ્રાન્ડ ફિનાલે

મુંબઈ,તા.૦૮: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટેડ કરાયેલા ફેમસ અને સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસને તેની ૧૯મી સીઝનનો વિનર મળી ગયો છે. ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને અમાલ મલિક જેવા મજબૂત કન્ટેસ્ટેન્ટને હરાવીને બિગ બોસ ૧૯ ટ્રોફી જીતી છે. ગૌરવની જીત સાથે બિગ બોસ ૧૯ની સફર પૂર્ણ થઈ ગઈ છે. શોની રનર-અપ ભરહાના ભટ્ટ હતી.નોંધનીય છે કે ગયા વર્ષે બિગ બોસ ૧૮ ના વિનર કરણવીર મેહરાને શો જીતવા બદલ રૂ.૫૦ લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. મુનાવર ફારૂકીને પણ ૧૭મી સીઝનમાં રૂ.૫૦ લાખ મળ્યા હતા. આ વખતે, બિગ બોસ જીતવા બદલ ગૌરવ ખન્નાને રૂ.૫૦ લાખ મળ્યા.
બિગ બોસ ૧૯ના ટોપ
પાંચ કન્ટેસ્ટન્ટ
ટીવીના સુપરસ્ટાર ગૌરવ ખન્ના, સિગર અમાલ મલિક, એક્ટ્રેસ અને પીસ એક્ટિવિસ્ટ ફરહાના ભટ્ટ, સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે અને ઇન્ફલુએન્સર તાન્યા મિત્તલ ટોપ ૫ કન્ટેસ્ટન્ટમાં સામેલ હતા. આ તમામે બાકીના ૧૩ કન્ટેસ્ટન્ટને પાછળ છોડીને ટોપ ૫માં પોતાની જગ્યા બનાવી હતી.
૧૦૫ દિવસથી ચાલી રહેલા આ શોને ગૌરવ ખન્ના અંત સુધી રહ્યો હતો. બિગ બોસ ૧૯નું ગ્રાન્ડ ફિનાલે ખૂબ ધમાકેદાર રહ્યું હતું. સલમાને ગૌરવ ખન્નાનું નામ જાહેર કરતા કહ્યું કે જે શો જીતે છે તે જ જીતે છે. બાકી બધા ૧, ૨, ૩ રહી જતા હોય છે. ટોપ ૨ કન્ટેસ્ટન્ટમાં ફરહાના પણ હતી અને તેઓ ઘરની લાઈટ બંધ કરીને સલમાન ખાનને મળ્યા ત્યારે ઘણા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.
ટોપ ૩માં પ્રણિત મોરે પણ હતો જોકે વોટિગના અભાવે તેને બહાર નીકળવું પડ્યું હતું. જોકે જ્યારે પ્રણિત ઘરની બહાર નીકળ્યો ત્યારે તેણે કહ્યું તેને લાગ્યું ન હતું કે આટલું લાંબુ જશે. સલમાને તેને બાદમાં એવી સલાહ પણ આપી હતી કે આજ પછી ક્યારેય પણ તે તેના શોને ફ્રીમાં ન કરે. આ વાત પર પ્રણિત મોરે પણ હસી પડ્યો હતો.
અત્યાર સુધી કોણ-કોણ બન્યા છે બિગ બોસના વિજેતા?
બિગ બોસ સીઝન ૧ - રાહુલ રોય, બિગ બોસ સીઝન ૨ - આશુતોષ કૌશિક, બિગ બોસ સીઝન ૩ - વિદૂ દારા સિંહ, બિગ બોસ સીઝન ૪ - શ્વેતા તિવારી, બિગ બોસ સીઝન ૫ - જુહી પરમાર, બિગ બોસ સીઝન ૬ - ઉર્વશી ઢોલકિયા, બિગ બોસ સીઝન ૭ - તનિશા મુખર્જી, બિગ બોસ સીઝન ૮ - ગૌતમ ગુલાટી, બિગ બોસ સીઝન ૯ - પ્રિન્સ નરૂલા, બિગ બોસ સીઝન ૧૦ - મનવીર ગુર્જર, બિગ બોસ સીઝન ૧૧ - શિલ્પા શિંદે, બિગ બોસ સીઝન ૧૨ - દીપિકા કક્કડ, બિગ બોસ સીઝન ૧૩ - સિદ્ધાર્થ શુક્લા, બિગ બોસ સીઝન ૧૪ - રૂબીના દિલૈક, બિગ બોસ સીઝન ૧૫ - તેજસ્વી પ્રકાશ, બિગ બોસ સીઝન ૧૬ - એમસી સ્ટેન, બિગ બોસ સીઝન ૧૭ - મુનવ્વર ફારૂકી, બિગ બોસ સીઝન ૧૮ - કરણવીર મહેરા, બિગ બોસ સીઝન ૧૯ - ગૌરવ ખન્ના.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
