News of Monday, 8th December 2025
અત્યારના સમયમાં ઘર ખરીદવું કે પછી ભાડાના ઘરમાં રહેવું જોઈએ ?
નવામાના એક રિપોર્ટે રિયલ એસ્ટેટ માર્કેટની તસવીર રજૂ કરી

મુંબઈ, તા.૮: નવામાના એક રિપોર્ટે રિયલ એસ્ટેટ માર્કેટની એક એવી તસવીર રજૂ કરી છે કે જે દર્શાવે છે કે પ્રોપર્ટીના ભાવ અને રેન્ટલ યીલ્ડ (ભાડાથી થનારી કમાણી) બંને અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે.
MMR માં ૨૨ ટકાનો વધારો : નુવામાના આંકડા મુજબ દેશના મહત્વના શહેરોમાં ઘરોના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર ૨૦૨૫માં મુંબઈ મેટ્રોપોલીટન રીઝન (MMR)માં ઘરોના ભાવમાં વાર્ષિક આધાર પર ૨૨ ટકાનો વધારો થયો છે.
NCR પ્રોપર્ટી માર્કેટમાં ૮ ટકાનો વધારોઃ એ જ રીતે દિલ્હી એનસીઆરમાં આ વધારો ૮ ટકા અને બેંગલુરુમાં ૯ ટકા નોંધાયો છે. આ ઉપરાંત પુણે અને ચેન્નાઈમાં ૭થી ૯ ટકાનો વધારો થયો છે. ભાવમાં ઉછાળાનું કારણ લક્ઝરી અને પ્રીમિયમ હાઉસિંગ સેગમેન્ટનું શાનદાર પ્રદર્શન છે.
મુંબઈમાં રેન્ટલ યીલ્ડઃ રેન્ટલ યીલ્ડની વાત કરીએ તો પ્રોપર્ટીના ભાવની સરખામણીમાં ભાડામાં એટલી તેજી આવી નથી. કુશમેન એન્ડ વેકફીલ્ડ મુજબ મુંબઈમાં ભાડામાં ઓક્ટોબર સુધીમાં વાર્ષિક વધારો ફક્ત ૨થી ૩ ટકા નોંધાયો છે. જ્યારે પ્રોપટાઈગરના રિપોર્ટ મુજબ દિલ્હી એનસીઆરમાં ભાડામાં વાર્ષિક ૪-૬ ટકાનો વધારો થયો છે. જો કે કુશમેનના રિપોર્ટ મુજબ ગુરુગ્રામમાં લક્ઝરી સેગમેન્ટના ભાડામાં ૧૦ ટકાનો વધારો થયો છે.
ભાડાની સરખામણીમાં પ્રોપર્ટીના ભાવઃ પુણેમાં ભાડામાં ૧થી ૩ ટકાનો વધારો થયો અને ચેન્નાઈમાં ત્રિમાસિકના આધારે ૨-૩ ટકાનો વધારો થયો. આવામાં પ્રોપર્ટીના ભાવ ભાડાની સરખામણીમાં ખુબ ઝડપથી દોડી રહ્યા છે. એટલે કે રેન્ટલ યીલ્ડ ઐતિહાસિક રીતે નીચલા સ્તરે જઈ શકે છે.
અફોર્ડેબિલિટીની ચિંતાઃ નુવામાંએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે અફોર્ડેબિલિટી એક મહત્વની ચિંતા બનીને ઉભરી છે. વધતા ભાવ અને મીડ ઈન્કમવાળા ઘરની અપૂરતી ઉપલબ્ધતાએ સામાન્ય માણસો માટે ઘર ખરીદવું મુશ્કેલ બનાવી દીધુ છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
