<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

અમિતભાઇએ બનાસ ડેરીના વિવિધ પ્રોજેકટ્‍સનું લોકાર્પણ કર્યુ : બાયો - સીએનજી પ્‍લાન્‍ટથી ખેડૂતોને થશે ફાયદો : માત્ર દૂધ ઉત્‍પાદન જ નહીં પરંતુ ઉર્જા ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે

કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે બનાસકાંઠામાં બનાસ ડેરીના કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેકટસનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવા માટ અત્‍યાધુનિક બાયો - સીએનજી પ્‍લાન્‍ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે તેમણે સહકારી ક્ષેત્રે બનાસ ડેરીના યોગદાનને બિરદાવ્‍યું હતું. બનાસ ડેરી દ્વારા સ્‍થાપિત આ નવા પ્રોજકટસ માત્ર દૂધ ઉત્‍પાદન જ નહીં પરંતુ ઉર્જા ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે. બાયો - સીએનજી પ્‍લાન્‍ટ કાર્યરત થવાથી પશુપાલકોના ગોબરમાંથી ગેસનું ઉત્‍પાદન થશે. જેનાથી તેમને વધારાની આવક મળશે અને સ્‍વચ્‍છ ઇંધણ ઉપલબ્‍ધ થશે. અમિત શાહે જણાવ્‍યું હતું કે શ્વેત ક્રાંતિ બાદ હવે સહકારી ક્ષેત્રે  ઉર્જા ઉત્‍પાદનમાં પણ મહત્‍વની ભૂમિકા ભજવી રહ્યું છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે

(11:35 AM IST)