હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી : બાબા રામદેવ અને મોસ્કો સરકારના મંત્રી સેર્ગેઇ ચેરેમિનની હાજરીમાં નવી દિલ્હી ખાતે મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ રશિયામાં પતંજલિ યોગ, આયુર્વેદ અને વેલનેસ સેન્ટર શરૂ કરશે. જેનાથી બન્ને દેશો વચ્ચેના વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે.
ભારતીય આયુર્વે અને યોગને વૈશ્વિક સ્તરે લઇ જવાના પ્રયાસોમાં વધુ એક સીમાચિન્હરૂપ ઘટના નવી દિલ્હી ખાતે બની છે. યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને રશિયાની મોસ્કો સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં યોગ ગુરૂ રામદેવ અને મોસ્કો સરકારના મંત્રી તેમજ ભારત સાથેના સહકાર માટેની બિઝનેસ કાઉન્સિલના ચેરમેન સેર્ગેઇ ચેરેમિન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કરારનો મુખ્ય ઉદ્ેશ્ય રશિયામાં આયુર્વેદ, યોગ અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય પદ્ધતિઓનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. નવી દિલ્હીમાં યોજાયેલી આ ખાસ સેરેમનીમાં બન્ને પક્ષોએ સત્તાવાર દસ્તાવેજોની આપ-લે કરી હતી. પતંજલિ યોગપીઠના જણાવ્યા અનુસાર, આ સમજૂતી હેઠળ રશિયાની રાજધાની મોસ્કોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ પતંજલિ વેલનેસ સેન્ટર અને આયુર્વેદ કેન્દ્ર સ્થાપવાની દિશામાં કામ કરવામાં આવશે.
આ પ્રસંગે બાબા રામદેવે જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા મૈત્રીપૂર્ણ રહ્યા છે અને આ કરારથી બન્ને દેશો સ્વાસ્થ્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે વધુ નજીક આવશે. રશિયામાં ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અને યોગ પ્રત્યે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. આ ભાગીદારી દ્વારા રશિયન નાગરિકોને શુદ્ધ આયુર્વેદિક ઉત્પાદનો અને યોગનું સાચુ જ્ઞાન મળી રહેશે.
મોસ્કો સરકારના મંત્રી સેર્ગેઇ ચેરેમિને પણ આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે આ કરાર મોસ્કો અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોને નવ ઉંચાઇ પર લઇ જશે. ઉલ્લેખનીય છે કે, પતંજલિ હાલમાં વિશ્વના અનેક દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે અને હવે રશિયાના બજારમાં પણ પોતાની પકડ મજબૂત કરવા જઇ રહ્યું છે. આ કરાર માત્ર વ્યાપારિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ ભારતીય સોફટ પાવરના પ્રસાર માટે પણ ખૂબ જ મહત્વનો સાબિત થશે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM