News of Monday, 8th December 2025
વંદે માતરમ અંગ્રેજોને જડબાતોડ જવાબ હતો
દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા - પ્રેરણા આપી આ નારાએઃ વંદે માતરમે તપાસ્યા અને બલિદાનનો માર્ગ બતાડયોઃ ‘વંદે માતરમ'ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાને લોકસભામાં ઈતીહાસના પાના યાદ કરાવ્યા : કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણ હેઠળ વંદે માતરમ પર સમજૂતી કરીઃ નેહરૂને સિંહાસન ડોલતુ નજરે પડયું તો વંદે માતરમના ટુકડા કર્યાઃ પીએમના પ્રહારો

નવી દિલ્હી, તા.૮: સંસદમાં વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચા શરૂ કરી. વંદે માતરમ ગીતના ૧૫૦ વર્ષના ઇતિહાસનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ દેશમાં લાદવામાં આવેલી કટોકટીને યાદ કરી. તેમણે કેટલીક એવી વાતો કહી જે કોંગ્રેસને ડંખશે. લોકસભામાં વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ૧૯૦૫માં મહાત્મા ગાંધીએ જે વંદે માતરમને રાષ્ટ્રગીત તરીકે જોયું હતું... વંદે માતરમ એટલું મહાન હતું, તેની ભાવના એટલી મહાન હતી, તો પછી છેલ્લી સદીમાં તેની સાથે આટલો મોટો અન્યાય કેમ કરવામાં આવ્યો? વંદે માતરમ સાથે દગો કેમ કરવામાં આવ્યો? તે કઈ શક્તિ હતી જેની ઇચ્છાશક્તિ પૂજ્ય બાપુની લાગણીઓને વટાવી ગઈ, જેણે વંદે માતરમ જેવી પવિત્ર ભાવનાને વિવાદમાં ખેંચી લીધી? તેમણે કહ્યું કે મુસ્લિમ લીગના નિવેદનોનો જવાબ આપવાને બદલે, નેહરુએ સુભાષ બાબુને પત્ર લખીને કહ્યું, મેં વંદે માતરમની પળષ્ઠભૂમિ વાંચી છે અને મને લાગે છે કે તે મુસ્લિમોને ઉશ્કેરી શકે છે.
વંદે માતરમ પર પીએમ મોદીના ભાષણ પછી, લોકસભામાં વિરોધ પક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ ગળહમાં કોંગ્રેસ પક્ષ વતી વાત કરી. પીએમ મોદીના આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું, તમે હંમેશા નેહરુ અને કોંગ્રેસને નિશાન બનાવો છો, પરંતુ તમે ગમે તેટલા પ્રયત્ન કરો, તમે નેહરુની છબીને કલંકિત કરી શકશો નહીં. તેમણે એ પણ નોંધ્યું કે હિન્દુ મહાસભાએ પણ વંદે માતરમની ટીકા કરી હતી.
વંદે માતરમ પર સંસદીય ચર્ચા દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે નહેરુને લાગ્યું કે તેમનું સિંહાસન હલી રહ્યું છે અને તેમણે વંદે માતરમ પર સમાધાન કર્યું. તેમણે સમજાવ્યું કે ૨૬ ઓક્ટોબરના રોજ કોંગ્રેસે વંદે માતરમ પર સમાધાન કર્યું. તેમણે સમજાવ્યું કે વંદે માતરમને ટુકડા કરવાનો નિર્ણય એક ઢાંકપીછોડો હતો. કોંગ્રેસે મુસ્લિમ લીગ સમક્ષ શરણાગતિ સ્વીકારી અને મુસ્લિમ લીગના દબાણ હેઠળ કાર્ય કર્યું. તુષ્ટિકરણની નીતિ અપનાવવાની આ કોંગ્રેસની પદ્ધતિ હતી.
પીએમ મોદીએ કહ્યું, ૧૫ ઓક્ટોબર, ૧૯૩૭ ના રોજ લખનૌથી મોહમ્મદ અલી ઝીણાએ વંદે માતરમ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ત્યારબાદ, તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુએ તેમનું સિંહાસન ધ્રુજતું જોયું. મુસ્લિમ લીગના પાયાવિહોણા નિવેદનોનો સખત જવાબ આપવા, તેમની નિંદા કરવા... અને વંદે માતરમ પ્રત્યે પોતાની અને કોંગ્રેસની નિષ્ઠા વ્યક્ત કરવાને બદલે, નહેરુએ વંદે માતરમ પર જ તપાસ શરૂ કરી. ઝીણાના વિરોધના માત્ર પાંચ દિવસ પછી, ૨૦ ઓક્ટોબરના રોજ, નહેરુએ નેતાજી સુભાષચંદ્ર બોઝને એક પત્ર લખ્યો. તે પત્રમાં, નેહરુ જિન્નાહની લાગણીઓ સાથે સંમત થયા હતા, અને કહ્યું હતું કે વંદે માતરમનો આનંદમઠ પળષ્ઠભૂમિ મુસ્લિમોને ચીડવી શકે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે નેહરુએ વંદે માતરમને ટુકડા કરી નાખ્યો હતો. તે નિર્ણય પાછળનો ઢોંગ એ હતો કે તે સામાજિક સંવાદિતાનું કાર્ય હતું. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે મુસ્લિમ લીગ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
પીએમ મોદીએ ચર્ચા દરમિયાન કહ્યું, નેહરુ લખે છે, મેં વંદે માતરમ ગીતની પળષ્ઠભૂમિ વાંચી છે. મને લાગે છે કે આ પળષ્ઠભૂમિ મુસ્લિમોને ઉશ્કેરશે. આ પછી, કોંગ્રેસ પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકારી સમિતિ ૨૬ ઓક્ટોબરે કોલકાતામાં વંદે માતરમના ઉપયોગની સમીક્ષા કરવા માટે મળશે. બંકિમ બાબુનું બંગાળ, બંકિમ બાબુનું કોલકાતા પસંદ કરવામાં આવ્યું હતું. આખો દેશ આઘાતમાં હતો. આ પ્રસ્તાવનો વિરોધ કરવા માટે દેશભરના દેશભક્તોએ સવારના સરઘસો કાઢયા હતા. પરંતુ કમનસીબે, દેશ માટે, ૨૬ ઓક્ટોબરે કોંગ્રેસે વંદે માતરમ પર સમાધાન કર્યું.
વંદે માતરમ પર મહાત્મા ગાંધીના વિચારો અંગે પીએમ મોદીએ કહ્યું, હું વંદે માતરમ પર મહાત્મા ગાંધીની લાગણીઓ પણ શેર કરવા માંગુ છું. ૧૯૦૫માં ગાંધીજીએ લખ્યું હતું કે, આ ગીત એટલું લોકપ્રિય થયું છે કે તે આપણું રાષ્ટ્રગીત બની ગયું છે. તેની ભાવનાઓ ઉમદા છે અને તે અન્ય રાષ્ટ્રોના ગીતો કરતાં મધુર છે. તેનો એકમાત્ર હેતુ આપણી અંદર દેશભક્તિ જાગળત કરવાનો છે અને તે ભારતને માતા તરીકે જુએ છે.
ખરેખર, તે સમયે તેને રાષ્ટ્રગીત તરીકે જોવામાં આવતું હતું. તે સમયે વંદે માતરમની શક્તિ અપાર હતી. તો છેલ્લી સદીમાં તેની સાથે આટલો અન્યાય કેમ કરવામાં આવ્યો? વંદે માતરમ સાથે દગો કેમ કરવામાં આવ્યો? એવી કઈ શક્તિ હતી જેની ઇચ્છાશક્તિએ પૂજ્ય બાપુજીની લાગણીઓને પણ દબાવી દીધી? જેણે વંદે માતરમ જેવી પવિત્ર ભાવનાને પણ વિવાદમાં ખેંચી લીધી? આપણે નવી પેઢીઓને એવી પરિસ્થિતિઓ પણ જણાવવાની જરૂર છે જેના કારણે વંદે માતરમ સાથે દગો થયો.
વંદે માતરમની રચનાની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં ખાસ ચર્ચા શરૂ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમને યાદ કરવું આપણા બધા માટે સૌભાગ્યની વાત છે. આપણે એક ઐતિહાસિક પ્રસંગના સાક્ષી છીએ. તેમણે કહ્યું કે જ્યારે વંદે માતરમે તેની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી, ત્યારે દેશ કટોકટી દ્વારા જકડી દેવામાં આવ્યો હતો અને ભારતીય બંધારણનું ગળું દબાઈ ગયું હતું. રાષ્ટ્રીય ગીતની રચનાને ૧૫૦ વર્ષ વીતી ગયા છે, અને હવે જૂના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે વંદે માતરમ સ્વતંત્રતા ચળવળનો અવાજ અને દરેક ભારતીયના સંકલ્પનો અવાજ બન્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે વંદે માતરમએ તેની ૫૦મી વર્ષગાંઠ ઉજવી, ત્યારે દેશ બ્રિટિશ શાસન હેઠળ હતો. તેની ૧૦૦મી વર્ષગાંઠ પર, ભારત કટોકટીની પકડમાં હતું, અને ઘણા દેશભક્તોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપનાર ગીત પણ અંધકારમય સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ આપણા ગૌરવ અને ઇતિહાસને ફરીથી યાદ કરવાનો એક શ્રેષ્ઠ અવસર છે. આ ગીત ૧૯૪૭ માં સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે લોકોના હૃદયમાં દેશભક્તિ જાગળત કરવામાં સૌથી મોટી પ્રેરણા હતી.
પીએમ મોદીએ કહ્યું કે ૧૯૦૫ માં અંગ્રેજોએ બંગાળનું વિભાજન કર્યું હતું, પરંતુ વંદે માતરમ ખડકની જેમ ઉભું રહ્યું અને એકતાને પ્રેરણા આપી. અંગ્રેજોને વંદે માતરમ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી. તેમણે તેના પ્રકાશન અને પ્રચારને રોકવા માટે કાયદા ઘડ્યા હતા. છેલ્લી સદીમાં વંદે માતરમ સાથે અન્યાય અને દગો કેમ કરવામાં આવ્યો?
પીએમ મોદીએ કહ્યું કે મુસ્લિમ લીગના દબાણ હેઠળ, કોંગ્રેસે વંદે માતરમ સાથે સમાધાન કર્યું અને તેના ટુકડા કરી દીધા. તેમણે કહ્યું કે કોંગ્રેસે વંદે માતરમ સાથે સમાધાન કર્યું હતું અને તેના કારણે, દેશના ભાગલાનો નિર્ણય સ્વીકારવો પડ્યો. પીએમએ કહ્યું કે કોંગ્રેસની નીતિઓ આજે પણ એ જ રહી છે, અને સમય જતાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ "MMCૅ બની ગઈ છે. મોદીએ આરોપ લગાવ્યો કે આજે પણ કોંગ્રેસ અને તેના સમર્થકો વંદે માતરમનો ઉપયોગ કરે છે. (રર.૨૪)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
