<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

વાહ રે, રાજકારણ...ગૃહમાં લડતા-ઝઘડતા નેતાઓ લગ્ન પ્રસંગમાં તાલ મિલાવીને નાચ્‍યાં!

સાંસદ નવીન જિંદલની દીકરીના લગ્નના સંગીત સમારોહનો વીડિયો વાયરલ : BJP, TMC સહિત NCPના સાંસદે સ્‍ટેજ પર લગાવ્‍યા ઠૂમકાં : સુપ્રીયા સૂલે, કંગના રણૌત અને મહુઆ મોઈત્રાનો દેખાયો અલગ અંદાજ

નવી દિલ્‍હી, તા.૮: રાજકારણને સમજવું સામાન્‍ય વ્‍યક્‍તિના બસની વાત નથી. સત્તા માટે પક્ષપ્રવિપક્ષના નેતાઓ હંમેશા એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા રહેતા હોય છે. અલગ અલગ વિચારધારા ધરાવતા નેતાઓ ભાગ્‍યેજ એક સ્‍ટેજ પર એકસાથે જોવા મળતા હોય છે. આવી ઘટનાને દુર્લભ ગણી શકાય. જ્‍યારે તમામ વાદ-વિવાદ ભૂલીને નેતાઓ એકસાથે મોજ મસ્‍તી કરતા જોવા મળતા હોય. આવી જ દુર્લભ ક્ષણ સામે આવી છે. જેમાં BJP, TMC સહિત NCP ના સાંસદ એક જ મંચ પર એકસાથે નાચતા જોવા મળ્‍યા છે. આ દુર્લભ ક્ષણ છે ભાજપ સાંસદ નવીન જિંદલની પુત્રીના લગ્નનો પ્રસંગ. જેમાં એકબીજાના વેરી કહેવાતા સાંસદોએ તમામ જૂની વાતો ભૂલીને પ્રસંગની મન ભરીને મજા માણી હતી.

તાલથી તાલ મિલાવીને નાચ્‍યા વિરોધી વિચારધારાવાળા નેતાઓ : ઉદ્યોગપતિ અને સાંસદ નવીન જિંદલની દીકરી યશસ્‍વિની જિંદલના લગ્ન પ્રસંગમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દિલ્લીમાં જિંદલ નિવાસ સ્‍થાને સંગીત સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપ સાંસદ કંગના રણૌત તળણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને એનસીપીના સુપ્રીયા સૂલે એક મંચ પર નાચતા જોવા મળ્‍યા. ત્રણેય મહિલા સાંસદે બોલીવૂડ ફિલ્‍મ ‘ઓમ શાંતિ ઓમ'ના ટાઈટલ સોંગ પર તાલથી તાલ મિલાવીને ડાન્‍સ કર્યો હતો. લોકપ્રિય ગીત પર ત્રણેય સાંસદે ધમાકેદાર પર્ફોમન્‍સ આપી હતી.

સાંસદ (Mp) કંગના રણૌત, મહુઆ મોઈત્રા અને સુપ્રીયા સૂલેનો વીડિયો વાયરલઃ ત્રણેય મહિલા સાંસદ એકસાથે ડાન્‍સ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં પણ લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્‍યો છે. સાથે જ યુઝર્સે મન ભરીને રિએક્‍શન આપ્‍યા છે. ત્રણેય સાંસદોએ જે રીતે કદમથી કદમ મિલાવીને ડાન્‍સ કર્યો, તેનાથી લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત થયું છે. પર્ફોમન્‍સ વખતે ખુદ નવીન જિંદલ પણ સ્‍ટેજ પર જોવા મળ્‍યા હતા. તમામ નેતાઓએ એકસાથે નાચીને સંગીત સમારોહમાં ચારચાંદ લગાવી દીધા હતા. આપનું ધ્‍યાન દોરી દઈએ કે, સાંસદ કંગના રણૌતે અગાઉ ડાન્‍સ પ્રેક્‍ટિસની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્‍ટ કરી હતી. જેમાં બાકીના સાંસદો પણ જોવા મળ્‍યા હતા. કંગનાએ કેપ્‍શનમાં લખ્‍યું હતું કે, ‘સાથી સાંસદો સાથે કેટલીક ફિલ્‍મી ક્ષણો.. હા હા...'

વાયરલ વીડિયો પર લોકોએ કેવું રિએક્‍શન આપ્‍યું? : વિરોધી પાર્ટીઓના સાંસદોને એકસાથે નાચતો વીડિયો વાયરલ થયા પછી લોકોએ અલગ અલગ રિએક્‍શન આપ્‍યા છે. એક યુઝર્સે તો એવી કોમેન્‍ટ કરી કે, ‘બધાની મિલીભગત છે.' અન્‍યએ લખ્‍યું કે, ‘ઉદાર લોકશાહી એક મોટી ભદ્ર ક્‍લબ છે.' જ્‍યારે અન્‍ય શખ્‍સે લખ્‍યું કે, ‘અને આ જ લોકો ઝેર ફેલાવે છે.' તો બીજા વ્‍યક્‍તિએ જવાબ આપતા લખ્‍યું કે, ‘ઠીક છે ભાઈ, તેમને પણ મજા કરવા દો, આવું જ થવું જોઈએ, મતભેદ માત્ર વૈચારિક અને રાજનીતિક હોવા જોઈએ, પર્સનલ નહીં. આ આપણા જેવા સામાન્‍ય માણસો માટે શીખ છે કે, રાજકીય વિચારો હેઠળ આવીને અંદરો અંદર લડવું ન જોઈએ.'

જિંદલ પરિવારે પણ સંગીત સમારોહમાં ભાગ લઈને ડાન્‍સ કર્યો

યશસ્‍વિની જિંદલ અને શાશ્વત સોમાનીના લગ્નપ્રસંગના સંગીત સમારોહમાં દેશની મોટી મોટી હસ્‍તીઓ સામેલ થઈ હતી. જેમાં રાજકીય, ઉદ્યોગપતિઓ, ખેલ જગત સહિત બોલીવૂડ સેલેબ્રિટીઝ ને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. સમારોહમાં જિંદલ પરિવારના ચારેય દીકરા રતન, પળથ્‍વીરાજ, સજ્જન અને નવીન એકસાથે સ્‍ટેશ પર નાચીને ખુશી વ્‍યક્‍ત કરી હતી. તેમણે દલેર મહેંદીના સુપરહિટ સોંગ ‘ના ના ના ના, ના રે' પર ડાન્‍સ કર્યો હતો. આ ચારેય ભાઈના ડાન્‍સનો વીડિયો સજ્જન જિંદલની પત્‍ની સંગીતા જિંદલે સોશિયલ મીડિયામાં પોસ્‍ટ કર્યો હતો. તેણે કેપ્‍શન આપ્‍યું હતું કે, બધા જ ભાઈઓને એકસાથે નાચતા જોઈને ભાવુક થઈ ગઈ છું.

જિંદલ પરિવાર વિશે જાણવા જેવું: જિંદલ પરિવારમાં ચાર ભાઈ છે. જેમાંથી સૌથી નાનો ભાઈ નવીન પોતાના પરિવારની જિંદલ સ્‍ટીલ એન્‍ડ પાવર  કંપનીના ચેરમેન છે. અને સાથે જ તેઓ કુરુક્ષેત્રથી ભાજપના વર્તમાન સાંસદ પણ છે. નવીન જિંદલે વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા વર્ષો પછી વર્ષ ૨૦૨૪માં નવીન જિંદલ ભાજપમાં જોડાઈ ગયા હતા. જિંદલ પરિવાર દેશના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી પરિવારોમાંથી એક છે. ફોર્બ્‍સ એ જાહેર કરેલા ડેટા મુજબ, સાવિત્રી જિંદલના નેતળત્‍વવાળા પરિવારની કુલ સંપત્તિ ૩૬ બિલિયન ડૉલરથી પણ વધુ છે.

(4:15 PM IST)