<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી : કાશ્મીરમાં લઘુતમ તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી નીચે ગગડ્યું

મોટા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાતાં વાહનવ્યવહાર પર અસર પડી: મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં શીતલહેરની આગાહી: છત્તીસગઢ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હી : ઉત્તર ભારતના રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણીના સ્ત્રોત જામી રહ્યા છે અને દૈનિક જીવન પ્રભાવિત થયું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. છત્તીસગઢ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, જેથી લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ભારતના મોટા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાતાં વાહનવ્યવહાર પર અસર પડી છે. કાનપુર, પ્રયાગરાજ, ચંડીગઢ અને દિલ્હીમાં દૃશ્યતા ઘટી જતાં રસ્તો અને હવાઈ ટ્રાફિક બંનેમાં વિલંબ થવાની શક્યતા છે. હવામાન વિભાગે તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, ગરમ કપડાં પહેરવા અને હવામાનની આગાહી પર નજર રાખવાની અપીલ કરી છે.

 

(8:01 PM IST)