<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

કોઈ એરલાઈન નિયમોનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે : નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

મંત્રીએ જણાવ્યું કે ઈન્ડિગોએ તેના ક્રૂ મેનેજમેન્ટ અને રોસ્ટરનું યોગ્ય રીતે સંચાલન કરવું જોઈતું હતું, પરંતુ આંતરિક ગૂંચવણોને કારણે મોટી સમસ્યાઓ ઊભી થઈ.

નવી દિલ્હી : દેશમાં ઇન્ડિગોના સંકટ વચ્ચે  નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઈન્ડિગોમાં તાજેતરમાં ફ્લાઇટ રદ થવાના કારણો એરલાઈનની આંતરિક સમસ્યાઓ હતી. સરકાર મુસાફરો, પાઇલોટ્સ અને ક્રૂની સલામતી સાથે કોઈ સમાધાન કરશે નહીં, અને આ વાત તમામ એરલાઈન્સને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે ઈન્ડિગોએ તેના ક્રૂ મેનેજમેન્ટ અને રોસ્ટરનું યોગ્ય રીતે સંચાલન કરવું જોઈતું હતું, પરંતુ આંતરિક ગૂંચવણોને કારણે મોટી સમસ્યાઓ ઊભી થઈ

(8:56 PM IST)