હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 9th December 2025
છેલ્લા ૫ વર્ષમાં ₹૬.૧૫ લાખ કરોડની લોન માંડવાળ: નાણાં મંત્રાલયે સંસદમાં માહિતી આપી
લોન માંડવાળ એટલે બેંકિંગ રેકોર્ડમાંથી લોનને દૂર કરવી, પરંતુ આનો અર્થ એ નથી કે ઋણ લેનારને ચુકવણી કરવાની જવાબદારીમાંથી મુક્તિ મળી જાય છે

કેન્દ્રીય નાણાં મંત્રાલયે સંસદમાં માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લા ૫ વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય બેંકો દ્વારા કુલ ₹૬.૧૫ લાખ કરોડની લોન માંડવાળ (રાઇટ-ઓફ) કરવામાં આવી છે.
દેશની બેંકિંગ સિસ્ટમ સંબંધિત એક મહત્વપૂર્ણ માહિતી નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવી છે. મંત્રાલયના ડેટા મુજબ, પાછલા ૫ વર્ષના ગાળામાં બેંકોએ મોટી રકમની લોન, એટલે કે કુલ ₹૬.૧૫ લાખ કરોડની લોન, તેમના ચોપડામાંથી માંડવાળ કરી દીધી છે.
લોન માંડવાળ એટલે બેંકિંગ રેકોર્ડમાંથી લોનને દૂર કરવી, પરંતુ આનો અર્થ એ નથી કે ઋણ લેનારને ચુકવણી કરવાની જવાબદારીમાંથી મુક્તિ મળી જાય છે. સરકાર આ માંડવાળ કરાયેલી રિકવરી માટેના પ્રયાસો ચાલુ રાખશે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
