<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

‘પ્રાઈવેટ પાર્ટ પકડવો રેપ નથી' કહેવા પર સુપ્રીમ કોર્ટ નારાજ

CJIએ અલ્‍હાબાદ હાઈકોર્ટને કહ્યું- એવી ભાષા ન બોલો, જે પીડિતને ડરાવી દે : સુપ્રીમ કોર્ટે અલ્‍હાબાદ હાઈકોર્ટના એ વિવાદાસ્‍પદ નિર્ણય પર આકરી ટિપ્‍પણી કરી હતી, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે પાયજામાનું નાડું છોડવું અને બ્રેસ્‍ટ પકડવા એ બળાત્‍કારના પ્રયાસના આરોપ માટે પૂરતું નથી

નવી દિલ્‍હી,તા.૦૯: સુપ્રીમ કોર્ટે અલ્‍હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્‍પદ નિર્ણય પર સખત ટિપ્‍પણી કરી હતી, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે 'પાયજામાનો નાડો તોડવો અને બ્રેસ્‍ટ પકડવા એ બળાત્‍કારના પ્રયાસના આરોપ માટે પૂરતું નથી.' સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું- 'અમે હાઈકોર્ટના આદેશને રદ કરીશું અને ટ્રાયલ ચાલુ રાખીશું.' હાઈકોર્ટે આરોપીઓ પર લાગેલા બળાત્‍કારના પ્રયાસના આરોપને હટાવવા કહ્યું હતું.

CJI સૂર્યકાંતની અધ્‍યક્ષતાવાળી બેન્‍ચે સાથે જ કહ્યું- અમે તમામ હાઈકોર્ટ માટે વિસ્‍તૃત ગાઈડલાઈન્‍સ (માર્ગદર્શિકા) જાહેર કરી શકીએ છીએ. આવી ટિપ્‍પણીઓ પીડિત પર ચિલિગ ઇફેક્‍ટ એટલે કે ભયાવહ અસર કરે છે. ઘણીવાર ફરિયાદ પાછી ખેંચવા જેવું દબાણ પણ ઊભું કરે છે.

અદાલતોએ, ખાસ કરીને હાઈકોર્ટે, ચુકાદા લખતી વખતે અને સુનાવણી દરમિયાન આવી દુર્ભાગ્‍યપૂર્ણ ટિપ્‍પણીઓથી કોઈપણ ભોગે બચવું જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં સીનિયર એડવોકેટ શોભા ગુપ્તાએ અલાહાબાદ હાઈકોર્ટના અન્‍ય એક રેપ કેસની પણ જાણકારી આપી, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે 'મહિલાએ પોતે જ મુસીબતને આમંત્રણ આપ્‍યું હતું, તેની સાથે જે કંઈ થયું છે તે માટે તે પોતે જ જવાબદાર છે. કારણ કે રાત હતી. તેમ છતાં તે તેની સાથે રૂમમાં ગઈ.

એડવોકેટે કહ્યું કે કોલકાતા હાઈકોર્ટ અને રાજસ્‍થાન હાઈકોર્ટે પણ આવી ટિપ્‍પણીઓ કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્‍યું કે 'આજે સેશન કોર્ટની કાર્યવાહીમાં પણ એક છોકરીને 'ઇન કેમેરા' (બંધ રૂમની) કાર્યવાહી દરમિયાન પણ પરેશાન કરવામાં આવી. આના પર CJIએ કહ્યું- 'જો તમે આ બધા ઉદાહરણો ટાંકી શકો, તો અમે દિશા-નિર્દેશો જારી કરી શકીએ છીએ.

કોઈ છોકરીના ખાનગી અંગો પકડી લેવા, તેના પાયજામાનો નાડો તોડી નાખવો અને બળજબરીથી તેને પુલિયા નીચે ખેંચવાનો પ્રયાસ કરવાથી બળાત્‍કાર કે 'બળાત્‍કારનો પ્રયાસ'નો કેસ બનતો નથી.

અલ્‍હાબાદ હાઈકોર્ટના જાસ્‍ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ આ ચુકાદો સંભળાવતા ૨ આરોપીઓ પર લાગેલી કલમો બદલી નાખી. જ્‍યારે ૩ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરાયેલી ક્રિમિનલ રિવિઝન પિટિશન સ્‍વીકારી લીધી હતી.

હાઈકોર્ટે આરોપી આકાશ અને પવન પર IPCની કલમ ૩૭૬ (બળાત્‍કાર) અને POCSO અધિનિયમની કલમ ૧૮ હેઠળના આરોપો ઘટાડ્‍યા અને તેમના પર કલમ ૩૫૪ (b) (કપડાં ઉતારવાના ઇરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) અને POCSO અધિનિયમની કલમ ૯/૧૦ (ગંભીર જાતીય હુમલો) હેઠળ કેસ ચાલશે. સાથે જ નીચલી અદાલતને નવા સમન્‍સ જારી કરવાનો નિર્દેશ આપ્‍યો હતો.

હાઈકોર્ટના નિર્ણય પર કાયદાકીય નિષ્‍ણાતો, રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાતોએ વિરોધ નોંધાવ્‍યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે અલ્‍હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયની જાતે નોંધ લીધી હતી. પછી ૨૫ માર્ચે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી.

તત્‍કાલીન CJI બીઆર ગવઈ અને જાસ્‍ટિસ એજી મસીહની બેન્‍ચે આ કેસની સુનાવણી કરી હતી. બેન્‍ચે કહ્યું, 'હાઈકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્‍પણીઓ સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય લ્લષ્ટિકોણ દર્શાવે છે.' સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્‍ય પક્ષોને નોટિસ જારી કરીને જવાબ માગ્‍યો હતો.

યુપીના કાસગંજની એક મહિલાએ ૧૨ જાન્‍યુઆરી, ૨૦૨૨ના રોજ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્‍યો કે ૧૦ નવેમ્‍બર, ૨૦૨૧ના રોજ તે તેની ૧૪ વર્ષની દીકરી સાથે કાસગંજના પટિયાલીમાં દેરાણીના ઘરે ગઈ હતી. તે જ દિવસે સાંજે તે પોતાના ઘરે પરત ફરી રહી હતી. રસ્‍તામાં ગામના રહેવાસી પવન, આકાશ અને અશોક મળી ગયા.

પવને દીકરીને પોતાની બાઇક પર બેસાડીને ઘરે છોડવાની વાત કરી. માતાએ તેના પર ભરોસો કરીને તેને બાઇક પર બેસાડી દીધી, પરંતુ રસ્‍તામાં પવન અને આકાશે છોકરીના પ્રાઇવેટ પાર્ટને પકડી લીધો. આકાશે તેને પુલિયા નીચે ખેંચવાનો પ્રયાસ કરતા તેના પાયજામાની દોરી તોડી નાખી.

છોકરીની ચીસો સાંભળીને ટ્રેક્‍ટર પરથી પસાર થઈ રહેલા સતીશ અને ભૂરે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા. આના પર આરોપીઓએ દેશી તમંચો બતાવીને બંનેને ધમકાવ્‍યા અને ફરાર થઈ ગયા.

પીડિતાની માતાની ફરિયાદ પર આરોપી પવન અને આકાશ વિરુદ્ધ IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૫૪ગ્‍ અને POCSO એક્‍ટની કલમ ૧૮ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો. જ્‍યારે આરોપી અશોક પર IPCની કલમ ૫૦૪ અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો.

આરોપીઓએ સમન્‍સ આદેશનો ઇનકાર કરતા હાઈકોર્ટ સમક્ષ રિવ્‍યુ પિટિશન દાખલ કરી હતી. જાસ્‍ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિગલ બેન્‍ચે ક્રિમિનલ રિવિઝન પિટિશન સ્‍વીકારી લીધી હતી.

હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ પરથી ‘એટેમ્‍પ્‍ટ ટુ રેપ'નો આરોપ હટાવવામાં આવે. તેમની સામે જાતીય સતામણીની અન્‍ય કલમો હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્‍યો હતો. (સ્‍કેચ- સંદીપ પાલ)

હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ પરથી ‘એટેમ્‍પ્‍ટ ટુ રેપ'નો આરોપ હટાવવામાં આવે. તેમની સામે જાતીય સતામણીની અન્‍ય કલમો હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્‍યો હતો. (સ્‍કેચ- સંદીપ પાલ)

શું છોકરીના બ્રેસ્‍ટ પકડવા, પાયજામાની દોરી તોડવી અને તેને ખેંચવાનો પ્રયાસ કરવો બળાત્‍કારના પ્રયાસની કેટેગરીમાં આવે છે?

આરોપી પક્ષે દલીલ કરી કે આ મામલો અદાવતનો હતો કારણ કે આ પહેલાં આકાશની માતાએ ૧૭ ઓક્‍ટોબર, ૨૦૨૧ના રોજ ફરિયાદીના સંબંધીઓ વિરુદ્ધ છેડતીની FIR નોંધાવી હતી. 

(9:54 AM IST)