<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ભારતીય યુવક પર ફીદા થઈ ચીનની છોકરીઃ ધામધૂમથી લગ્ન

ઝારખંડના સાહિબગંજમાંથી એક અનોખી અને હૃદયસ્‍પર્શી લવ સ્‍ટોરીઃ ચીનમાં મુલાકાતઃ લંડનમાં પ્‍યારઃ ભારતમાં લગ્ન

સાહિબગંજ,તા.૦૯: ઝારખંડના સાહિબગંજમાંથી એક અનોખી અને હૃદયસ્‍પર્શી લવ સ્‍ટોરીનો સુખદ અંત લગ્ન તરીકે થયો હતો, જેણે આખા વિસ્‍તારમાં ચર્ચાનો માહોલ બનાવી દીધો છે. ચીનના હૈવેઈ પ્રાંતની રહેવાસી છિયાઓ જિયાઓ પોતાના ભારતીય પ્રેમી ચંદન સિહ સાથે લગ્ન કરવા માટે હજારો કિમી દૂરથી ભારતમાં આવી પહોંચી હતી. ૬ ડિસેમ્‍બરના રોજ સાહિબગંજના વિનાયક હોટલમાં બંનેના વૈદિક રીતિ-રિવાજોથી લગ્ન થયા હતા.

હકીકતમાં જોઈએ તો, ચંદન અને છિયાઓ જિયાઓની મુલાકાત ચીન અને લંડનમાં અભ્‍યાસ દરમિયાન થઈ હતી. પહેલા દોસ્‍તી થઈ, પછી સંબંધ ધીમે ધીમે ઊંડા પ્રેમમાં બદલાયો. બંનેએ જીવનભર સાથે રહેવાનો નિર્ણય લીધો અને આ નિર્ણયે છિયાઓને ચીનથી ભારત આવવા માટે પ્રેરણા આપી. તેનો આ નિર્ણય પરિવાર અને સમાજની વચ્‍ચે સન્‍માનનો વિષય બન્‍યો.

ચંદનના પિતા શંભૂ શંકર સિહે દીકરાના નિર્ણયનો આદર કરતા વૈદિક પરંપરા સાથે ભવ્‍ય લગ્નનું આયોજન કર્યું. વિનાયક હોટલમાં થયેલા આ સમારંભમાં મોટી સંખ્‍યામાં પરિવારના લોકો, સંબંધીઓ અને મિત્રો સામેલ હતા. મંત્રોચ્‍ચારણ, અગ્નિની સાક્ષી અને ભારતીય રીતિ-રિવાજોની વચ્‍ચે બંનેએ સાત ફેરા લઈને એકબીજાને જીવનસાથી તરીકે સ્‍વીકાર કર્યો. વિદેશી દુલ્‍હનને ભારતીય પરંપરા જોઈ લોકો ચોંકી ગયા હતા.

એક વિદેશી દુલ્‍હનનું સાહિબગંજ પહોંચીને ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કરવાનું લોકોને ખૂબ જ પસંદ આવ્‍યું છે. લગ્નની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સ્‍થાનિક લોકો આ અનોખી જોડીને ઉત્‍સાહ અને પ્રેમથી આશીર્વાદ આપી રહ્યા છે.

લગ્નનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને ભારત-ચીનના સંબંધ સુધરશે તેવી પણ વાતો કહી રહ્યા છે. આ લગ્નને લઈને યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(9:57 AM IST)