News of Tuesday, 9th December 2025
ડિજિટલ દુનિયાના સુપરમેન અને દુબઈમાં ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ દેવેશ મિસ્ત્રીનું નિધન: વેપાર જગતમાં શોકની લાગણી

દુબઈ: સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં સ્થાયી થયેલા અને ત્યાંના બિઝનેસ સર્કલમાં મોટું નામ ધરાવતા ભારતીય મૂળના ઉદ્યોગપતિ દેવેશ મિસ્ત્રીનું દુઃખદ અવસાન થયું છે. તેમના અચાનક નિધનના સમાચારથી દુબઈમાં વસતા ભારતીય સમુદાય અને ઉદ્યોગ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.દેવેશ મિસ્ત્રી મૂળ મુંબઈના વતની હતા.
મળતી માહિતી મુજબ, દેવેશ મિસ્ત્રી હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા અને દુબઈમાં કેટલીક જાણીતી હોટેલ્સના માલિક હતા. તેઓ લાંબા સમયથી દુબઈમાં સ્થાયી થયા હતા અને ત્યાંના સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહેતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું મનાય છે.
તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે, જે માટે ભારતીય કોન્સ્યુલેટ અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમના નિધન પર અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને સ્નેહીજનોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ડિજિટલ દુનિયાના 'સુપરમેન' દેવેશ મિસ્ત્રીની વિદાયથી દુબઈના ટેક. જગતમાં ઘેરો શોક ફેલાયો છે.
દુબઈના ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રે એક અગ્રણી નામ ગણાતા અને ભારતીય મૂળના સાહસિક દેવેશ મિસ્ત્રી માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પરંતુ અનેક યુવાનોના મેન્ટર પણ હતા.
કોણ હતા દેવેશ મિસ્ત્રી? દેવેશ મિસ્ત્રી (જેમને મિત્રો અને સહકર્મીઓ પ્રેમથી 'દેવ' કહીને બોલાવતા હતા) દુબઈ સ્થિત જાણીતી ડિજિટલ એજન્સી 'રેડ બ્લુ બ્લર આઈડિયાઝ' (આરબીબીઆઇ) ના સહ-સ્થાપક (કો ફાઉન્ડર) હતા. મૂળ મુંબઈના વતની દેવેશ મિસ્ત્રીએ ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)માં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને ૧૯૯૦ના દાયકાના અંતમાં કોડિંગ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
કારકિર્દી અને સિદ્ધિઓ: * કંપનીની સ્થાપના: વર્ષ ૨૦૧૧માં તેમણે અમોલ કદમ સાથે મળીને આરબીબીઆઇ ની સ્થાપના કરી હતી. આ એજન્સી મધ્ય-પૂર્વ (મિડલ ઇસ્ટ) વિસ્તારમાં યુઝર એક્સપિરિયન્સ (યુ એક્સ) અને યુઝર ઈન્ટરફેસ (યુ આઈ) પર ફોકસ કરતી સૌપ્રથમ એજન્સીઓમાંની એક ગણાય છે.
* 'સુપરમેન'નું હુલામણું નામ: તેમની કંપનીમાં અને પ્રોફેશનલ વર્તુળમાં તેઓ 'સુપરમેન' તરીકે ઓળખાતા હતા. આ નામ તેમને તેમની કામ પ્રત્યેની ધગશ અને કંપનીના નામ (જે સુપરમેનની ઝડપ સાથે જોડાયેલા 'રેડ બ્લુ બ્લર' કન્સેપ્ટ પરથી હતું)ને લીધે મળ્યું હતું.
* વૈશ્વિક ક્લાયન્ટ્સ: પોતાની કારકિર્દી દરમિયાન તેમણે માઈક્રોસોફ્ટ , આઈબીએમ, માસ્ટરકાર્ડ, એમિરેટ્સ એનબીડી અને ક્લીવલેન્ડ ક્લિનિક અબુધાબી જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે કામ કર્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે યોગદાન: દેવેશ મિસ્ત્રી માત્ર બિઝનેસ પૂરતા સીમિત ન હતા. તેઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં પણ ઊંડો રસ ધરાવતા હતા.
* તેઓ યુનિવર્સિટી ઓફ દુબઈમાં લેક્ચરર અને મેન્ટર તરીકે સેવા આપતા હતા.
* તેમણે ત્યાં ડિજિટલ સ્ટ્રેટેજીના અભ્યાસક્રમો તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
* દુબઈ આવતા પહેલા તેમણે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, સિડનીમાં પણ થોડો સમય ભણાવ્યું હતું.
કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રો અનુસાર, કામ પર જતી વખતે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હોવાનું માનવામાં આવે છે. તેમની કંપની આરબીબીઆઇ એ એક ભાવુક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, "અમારા માટે તેઓ અમારા પોતાના સુપરમેન હતા અને કંપનીના કલ્ચરને ઘડવામાં તેમનો ફાળો અમૂલ્ય હતો."
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
