તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 9th December 2025
૩બી રિટર્નના ડેટામાં હવેથી સુધારો નહીં થઇ શકે
વેપારીઓને જાણકારી આપવા જીએસટી વિભાગે માર્ગદર્શિકા જાહેર કરીઃ નવેમ્બરના રિટર્નમાં થનારો અમલ

મુંબઇ તથા.૯: વેપારી દ્વારા દર મહિને ભરવામાં આવતા ૩બી રિટર્નમાં હવેથી તમામ વિગતો ઓટોપોપ્યુલેટેડ જ મળી રહેવાની છે. એટલે કે જીએસટીઆર-૧માં જૈ વિગતો ભરવામાં આવી હશે તેના આધારે ટેક્સની ગણતરી કરવા સહિતની વિગતો ૩બી રિટર્નમાં જોવા મળશે. તેમજ નવેમ્બર માસનું જે રિટર્ન ૨૦ ડિસેમ્બર પહેલા ભરવામાં આવે છે તેમાં તેનો અમલ પણ થવાનો છે. તેના કારણે વેપારીઓ હવે ૩બી રિટર્નમાં સુધારો કરી શકશે નહીં.
જીએસટી વિભાગ દ્વારા ૩બી હું ર્નમાં સુધારો કરી શકાય નહીં તેનો ૧૧ ઓક્ટોબર માસથી કરવા માટેની તૈયારી કરી હતી. તે સમયે વેપારીઓને જાણકારી મળી રહે તે માટેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી હતી. જોકે તે સમયે તેનો અમલ થઇ શક્યો નહોતો, કારણ કે તેમાં થોડા ઘણા સુધારા કરવામાં આવનાર હતા. આ સુધારા કરવામાં આવ્યા બાદ નવેમ્બર માસનું જે રિટર્ન ડિસેમ્બર ૨૦ સુધીમાં ભરવાનું હોય તેનો અમલ કરવામાં આવનાર છે. આ માટે જીએસટી વિભાગે સુધારેલી માર્ગદર્શિકા પણ બહાર પાડી દીધી છે. કારણ કે આગામી ચાર- પાંચ દિવસમાં જીએસટીઆર-૧ ભરવાની કામગીરી પૂરી કરવાની હોય છે. તેમાં જે વિગતો ભરવામાં આવથે તેના આધારે જ જીએસટીમાં ૩બી રિટર્ન તૈયાર થશે. તેના લીધે વેપારીઓને હવે ૩બી રિટર્ન જીએસટીઆર-૧માં રજૂ કરાયેલી વિગતોના આધારે તૈયાર જ મળી રહેવાનું છે. તેમજ તેમાં વેપારી સુધારા વધારા પણ કરી શકશે નહીં. જોકે વેપારીઓએ સુધારા વધારા કરવા હોય તો જીએસટીઆર-૧માં જ સુધારા કરી શકશે.આમિરે જીઆર ખાસ કાળજી રાખીને ભરવાનું રહેશે. કારણ કે તેમના દ્વારા કરવામાં આવેલી એક ભુલ સુધારવા માટે એક મહિના સુધી રાહ જોવાની પણ સ્થિતિ આગામી સમયમાં ઊભી થવાની શક્યતા રહેલી છે. તેના કારણે વેપારીઓ પાસે વસ્તુની ખરીદી કરનારએ વેપારીએ ચૂકવેલી જીએસટીની રકમ ક્રેડિટરૂપે પરત મળવા માટે પણ એક મહિના સુધી રાહ જોવાની સ્થિતિનું નિર્માણ થશે.
પહેલા ૩બી રિટર્નમાં સુધારો કરી શકાતો હતો
જીએસટી લાગુ થયા બાદ સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત હવેથી ૩બી રિટર્નમાં સુધારો કરી શકાશે નહીં તેનો અમલ નવેમ્બરના રિટર્નમાં કરવામાં આવનાર છે. તે પહેલા ૩બી રિટર્નમાં સુધારો વધારો કરવાની જોગવાઈ વેપારીઓને આપવામાં આવી હતી. પરંતુ હવે તેમાં કોઇ પણ પ્રકારનો સુધારો કરી શકશે નહીં. સાથે સાથે નવી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં વેપારીએ જેની પાસે જીએસટી નંબર નથી, કપોઝિશન સ્કીમમાં જોડાયેલા છે તેવા વેપારીઓની વિગતો પણ ૩બીમાં જોવા મળી જાય તે પ્રમાણેનો નવો સુધારો લાગુ કર્યો છે.
ક્રેડિટ પણ વેપારીઓને ઓટોપોપ્યુલેટેડ જ મળી રહેશે
જીએસટી ૩બી રિટર્ન તો વેપારીઓને જીએસટીઆર-૧ના ડેટાના આધારે તૈયાર મળવાનું જ છે સાથે સાથે બીમાં જે વિગતો દર્શાવવામાં આવી હશે તે વિગતોના આધારે વેપારીએ આઇએમએસમાં એક્સેપ્ટ અને રીજેક્ટ કર્યુ હશે તેમાં એક્સેપ્ટ પ્રમાણેની ક્રેડિટ પણ આપોઆપ દેખાવાની છે. આ તમામ બાબતોને ધ્યાને રાખવામાં આવે તો હવે વેપારીઓએ પહેલા જે રિટર્ન ભરવામાં તકલીફ પડતી હતી તેમાં સુધારો થવાનો છે. તેમજ રિટર્ન સરળતાથી ભરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી રહી છે.(ટેક્સ કન્સલ્ટન્ટ)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
