<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અમીર દેશોનું પ્રદૂષણ ગરીબ દેશો માટે જીવલેણ, ભારતમાં વર્ષે ૧૨ હજાર મૃત્‍યુ

અમીર-ઔદ્યોગિક દેશોની જીવનશૈલીથી પર્યાવરણ તંત્ર પર અસમાન નિયંત્રણ

નવી દિલ્‍હી તા.૯: વૈશ્વિક પર્યાવરણીય ન્‍યાય પર આધારિત એક નવા સંશોધનમાં ચોકાવનારું તથ્‍ય ઉજાગર કરાયું છે. કહેવાયું છે કે, એક દેશનું પ્રદૂષણ બીજા કોની વસ્‍તી માટે જીવલેણ બની ચૂક્‍યું છે. અભ્‍યાસમાં જોવા મળ્‍યું છે કે અમેરિકામાં ઉત્‍પન્ન વાયુ પ્રદૂષણ ભારતમાં દર વર્ષે લગભગ ૧૨,૦૦૦ અને ચીનમાં ૩૮,૦૦૦ મૃત્‍યુનું કારણ બને છે. આ રીતે યુરોપિયન યુનિયનના ૨૭ દેશોના ઉત્‍સર્જને એમઝોન વર્ષાવન અને દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં આત્‍યંતિક હવામાન ઘટનાઓનું જોખમ લગભગ બે ગણું કરી દીધું છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ આંતરરાષ્ટ્રીય પ્રભાવ વાયુમંડળીય રસાયન વિજ્ઞાન, વાયુધારાઓનો વૈશ્વિક પ્રવાહ અને જળવાયુ ગરમીની ભૌતિક પ્રક્રિયાઓથી સંચાલિત થાય છે. હવાઓ સીમાઓ નથી માનતી, તેથી પ્રદૂષણ રાષ્ટ્રીય નહીં, વૈશ્વિક સંકટ બની ચૂક્‍યું છે. મેસેચ્‍યુસેટ્‍સ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજીના એટમોસ્‍ફિયરિક સાયન્‍ટિસ્‍ટ પ્રોફેસર ડેનિયલ જેકબે જણાવ્‍યું કે ઉત્તર અમેરિકામાં ઉત્‍પન્ન કણ જેટ સ્‍ટ્રીમ સાથે એશિયા સુધી પહોંચે છે, જ્‍યારે યુરોપમાંથી નીકળતા વાયુ પ્રદૂષકો એમેઝોન બેસિન તથા આફ્રિકાનાં ઉષ્‍ણ કટિબંધીય ક્ષેત્રો સુધી પહોંચી જાય છે. હાવર્ડ ટીએચ ચાન સ્‍કૂલ ઓફ પબ્‍લિક હેલ્‍થના સંશોધકોને જોવા મળ્‍યું કે ઔદ્યોગિક દેશોમાંથી નીકળતા સૂક્ષ્મ કણ એશિયન ચોમાસાને ટકરાઈને ભારત અને ચીનનાં ગાઢ વસ્‍તી ધરાવતાં ક્ષેત્રોમાં જમા થઈ જાય છે.

(10:22 AM IST)