હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારમાં પ્રારંભે કડાકોઃ સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ તૂટયોઃ નિફ્ટી ૨૫૯૦૦ની નીચે ગગડયોઃ રોકાણકારોની મુડીનું સતત ધોવાણ
સપ્તાહના શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો

નવી દિલ્હી, તા.૯: સપ્તાહના શરૂઆતી કારોબારમાં સવારે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક સંકેતો અને પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના કડાકા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી મહત્વની સપાટી તોડીને ૨૫૯૦૦ની નીચે સરકી ગયો હતો. બજારમાં વોલેટિલિટી રહેતા એલ એન્ડ ટી અને ફિઝિક્સવાલ્લાહ જેવા શેર્સ લાઈમલાઈટમાં રહ્યા હતા.
આજે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. બીએસઈ સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યો હતો, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ દબાણ હેઠળ જોવા મળ્યો હતો અને ૨૫૯૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.
આજના કારોબારમાં હેવીવેઇટ ગણાતા એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટુબ્રો)ના શેરમાં હલચલ જોવા મળી હતી. આ ઉપરાંત, તાજેતરમાં ચર્ચામાં રહેલી એડ-ટેક કંપની ફિઝિક્સવાલ્લાહ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરની ફુજીયામા પાવરના શેર્સ પણ ફોકસમાં રહ્યા હતા.
બજારના નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોને કારણે ભારતીય બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન બજારમાં વધઘટ રહેવાની શકયતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
