<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

રેકોર્ડબ્રેક ૩૫૭.૭ મિલિયન અનાજનું ઉત્‍પાદન : ગયા વર્ષ કરતા ૭.૬૫% વધુ

૨૦૧૪ની સરખામણીમાં ૪૧.૯૪% વધારો

નવી દિલ્‍હી, તા.૯: લોકસભામાં કૃષિ ક્ષેત્રના તાજેતરના ડેટા રજૂ કરતા, કેન્‍દ્રીય કળષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે દેશમાં આ વર્ષે પાક ઉત્‍પાદન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યું છે. મંત્રીના જણાવ્‍યા મુજબ, ૨૦૨૪-૨૫ માં ખાદ્ય અનાજનું ઉત્‍પાદન ૩૫૭.૭૩૨ મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૭.૬૫% વધુ છે.

મંગળવારે લોકસભામાં બાગાયતી ખેડૂતો માટે વળતરનો મુદ્દો ઉઠાવવામાં આવ્‍યો હતો. અહમદનગરના એનસીપી સાંસદ નિલેશ જ્ઞાનદેવ લંકેએ કેન્‍દ્ર સરકારને પૂછયું હતું કે હવામાનથી પ્રભાવિત બાગાયતી પાક ઉગાડતા ખેડૂતોને રાહત આપવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે.

પાક ઉત્‍પાદન ગયા વર્ષ કરતા ૭.૬૫% વધુ : આ અંગે, કેન્‍દ્રીય કળષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્‍પાદન ડેટા ટાંકીને કહ્યું કે દેશના ખેડૂતો અભિનંદનને પાત્ર છે. તેમણે જણાવ્‍યું હતું કે આ વર્ષે અંદાજિત પાક ઉત્‍પાદન ૩૫૭.૭૩૨ મિલિયન ટન છે, જે ગયા વર્ષ કરતા ૭.૬૫% વધુ છે. ચૌહાણે જણાવ્‍યું હતું કે ૨૦૧૪-૧૫ ની સરખામણીમાં ખાદ્યાન્ન ઉત્‍પાદનમાં ૪૧.૯૪% નો વધારો થયો છે, અને આ ખેડૂતોના પ્રયાસો તેમજ સરકારની કળષિ નીતિઓ, ટેકનોલોજી અને સુધારાઓને આભારી છે.

ટકાઉ કળષિને પ્રોત્‍સાહન આપવા પર ભારઃ તેમણે આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે ટકાઉ કળષિને પ્રોત્‍સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકયો હતો. નેશનલ ઇનોવેશન ઇન ક્‍લાઇમેટ રેઝિલિયન્‍ટ એગ્રીકલ્‍ચર (NICRA) યોજનાનો ઉલ્લેખ કરતા, તેમણે જણાવ્‍યું હતું કે ખેડૂતો પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્‍યાંકન કરવા માટે અભ્‍યાસ ચાલી રહ્યો છે.

(3:32 PM IST)