હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠની ચર્ચા વચ્ચે મોટો વિવાદ: 'મરી જઈશું, પણ શિર્ક સ્વીકાર્ય નથી' - મૌલાના અરશદ મદનીનું નિવેદન
જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખે કહ્યું—વંદે માતરમની પંક્તિઓ ઇસ્લામિક આસ્થાની વિરુદ્ધ છે કારણ કે તે દેશને 'દુર્ગા માતા' તરીકે પૂજવાની વાત કરે છે; બંધારણીય અધિકારનો આપ્યો હવાલો

નવી દિલ્હી, તા.09 : રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર સંસદમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય ગરમાવો વધાર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, "મુસ્લિમો મરવા માટે તૈયાર છે, પરંતુ શિર્ક (અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવવું) સ્વીકારવા માટે તૈયાર નથી." મદનીએ ભારપૂર્વક જણાવ્યું કે મુસ્લિમો ફક્ત એક જ અલ્લાહની પૂજા કરે છે અને તેમની પૂજામાં બીજા કોઈને સામેલ કરી શકતા નથી, તેથી વંદે માતરમના કેટલાક ભાગોનો સ્વીકાર કરવો મુસ્લિમ આસ્થાની વિરુદ્ધ છે.
ધાર્મિક સિદ્ધાંતોનો વિરોધાભાસ
મૌલાના મદનીએ જણાવ્યું હતું કે વંદે માતરમ કવિતાની કેટલીક પંક્તિઓ ધાર્મિક વિચારો પર આધારિત છે જે ઇસ્લામિક આસ્થાનો સીધો વિરોધ કરે છે. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે, તેના ચાર શ્લોકોમાં, દેશને 'દુર્ગા માતા' જેવી દેવી તરીકે રજૂ કરવામાં આવ્યો છે અને પૂજાના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મદનીએ સમજાવ્યું કે "વંદે માતરમ" નો શાબ્દિક અર્થ "માતા, હું તમારી પૂજા કરું છું" થાય છે, જ્યારે ઇસ્લામ અલ્લાહ સિવાય બીજા કોઈને નમન કરવા અને તેમની પૂજા કરવાની સખત મનાઈ ફરમાવે છે. આ કારણોસર, "મૃત્યુ સ્વીકાર્ય છે, પરંતુ શિર્ક (પાપ) અસ્વીકાર્ય છે."
બંધારણીય અધિકારો અને દેશભક્તિ
મદનીએ દેશપ્રેમ અને પૂજા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો. તેમણે કહ્યું કે પોતાના દેશને પ્રેમ કરવો એક વાત છે, અને તેની પૂજા કરવી બીજી વાત. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં મુસ્લિમો અને જમિયત ઉલેમા-એ-હિંદના યોગદાનનો હવાલો આપતા કહ્યું કે મુસ્લિમોને દેશ પ્રત્યેના પ્રેમને સાબિત કરવા માટે કોઈ પ્રમાણપત્રની જરૂર નથી. તેમણે ભારતીય બંધારણના કલમ 25 (ધર્મની સ્વતંત્રતા) અને કલમ 19 (અભિવ્યક્તિની સ્વતંત્રતા) નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ અધિકારો હેઠળ કોઈપણ નાગરિકને ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધ હોય તેવું કોઈ સૂત્ર, ગીત કે વિચાર અપનાવવા માટે દબાણ કરી શકાય નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
