<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અદાણી ગ્રુપનો 2.70 કરોડ વૃક્ષોથી બાયોડાયવર્સિટી સંરક્ષણ કરવાનો લક્ષ્યાંક : અપનાવ્યું TNFD ફ્રેમવર્ક

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા અને પર્યાવરણ.સ્થાનિક પ્રાણીપક્ષી અને પૃથ્વીના નેચરલ ઇકોસિસ્ટમને જાળવવા માટે વિશાળ પગલું

નવી દિલ્હી :ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ પોતાની સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ (TNFD) ફ્રેમવર્કને અપનાવ્યું છે. આ પગલું પરંપરાગત ESG (Environmental, Social, Governance) અનુપાલનથી આગળ વધીને એક નવા મોડલ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ગ્રીન એનર્જી વિકાસ સાથે-સાથે જૈવવિવિધતાનું (બાયોડાયવર્સિટી) સંરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે છે. AGELએ 2024ના વિત્તીય વર્ષ દરમિયાન પોતાના તમામ પરિચાલન સ્થળો પર મૂલ્યાંકન શરૂ કર્યું હતું, જેમાં TNFD જૂથમાં જોડાવા પહેલાં જ પ્રકૃતિ પર આધારિત જોખમો, તકો અને પર્યાવરણ સાથે જોડાયેલા પરિબળોની ઓળખ કરવામાં આવી હતી.

સીઇઓ આશિષ ખન્નાએ જણાવ્યું કે આ દૃષ્ટિકોણ એ સુનિશ્ચિત કરે છે કે કંપનીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાનિક ઇકોસિસ્ટમ અને જૈવવિવિધતાને મજબૂત બનાવવા માટે યોગદાન આપે. AGELના આ કાર્યમાં UNEP, FI, UNDP, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ અને ગ્લોબલ કેનોપી જેવા વૈશ્વિક સંગઠનોની સહાય છે, જે પ્રકૃતિ સાથે જોડાયેલા જોખમોનું મૂલ્યાંકન કરવા માટે વૈશ્વિક ધોરણ પૂરા પાડે છે. TNFD ફ્રેમવર્ક અપનાવીને AGEL એવી અનોખી રિન્યુએબલ એનર્જી કંપની બની ગઈ છે, જે પોતાના વ્યાવસાયિક નિર્ણયો લેવાતાં સમયે જૈવવિવિધતાને મુખ્યત્વે ધ્યાનમાં રાખે છે.

કંપનીએ 2030 સુધી જૈવવિવિધતાને કોઈ નુકસાન ન પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુને હાંસલ કરવા માટે AGELએ પોતાના પ્રોજેક્ટ સ્થળો પર 2.70 કરોડ વૃક્ષો રોપવાની યોજના બનાવી છે, જે પર્યાવરણ, સ્થાનિક પ્રાણીપક્ષી અને પૃથ્વીના નેચરલ ઇકોસિસ્ટમને જાળવવા માટે વિશાળ પગલું છે. આ ઉપક્રમ માત્ર કંપનીની પર્યાવરણ સંરક્ષણની જવાબદારી પૂરતી નથી, પરંતુ અન્ય ઉદ્યોગોને પણ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પોતાના વ્યાવસાયિક નિર્ણયો સાથે જોડવાની પ્રેરણા આપે છે.

(6:43 PM IST)