<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ગુજરાતના વન-પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

સૌજન્ય મુલાકાત દરમિયાન શ્રી મોઢવાડિયાએ વડાપ્રધાન પાસેથી રાજ્યના વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે માર્ગદર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા

(પરેશ પારેખ) પોરબંદર: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વન-પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો હવાલો સંભાળતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સૌજન્ય મુલાકાત દરમિયાન શ્રી મોઢવાડિયાએ વડાપ્રધાન પાસેથી રાજ્યના વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે માર્ગદર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

 

ગુજરાતના મંત્રી તરીકે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમના વિભાગોને લગતા અગત્યના મુદ્દાઓ પર વડાપ્રધાનનું ધ્યાન દોર્યું હતું. ચર્ચામાં મુખ્યત્વે રાજ્યના વન સંરક્ષણના પ્રયાસો, ગીરના સિંહોની સુરક્ષા અને ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટેની ગુજરાતની આગામી યોજનાઓનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા મિશન અને કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે તેના જોડાણ અંગે પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાનશ્રીએ રાજ્યના પ્રગતિશીલ અભિગમને બિરદાવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી ગુજરાત ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે મજબૂત રીતે ઊભું રહી શકે અને ટેકનોલોજીના ક્ષેત્રે રાષ્ટ્રીય વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે.

(11:19 PM IST)