<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ગોવા નાઈટક્લબમાં આગ: લુથરા બ્રધર્સના બિઝનેસ પાર્ટનરની અટકાયત, લુકઆઉટ પરિપત્ર જારી હતો

પોલીસ ટીમો અજય ગુપ્તાને દિલ્હી નિવાસસ્થાને શોધી નહીં શકતા તેમની સામે LoC જારી કરાયું હતું બાદમાં દિલ્હીમાં મળી આવતા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો

ગોવા પોલીસે મંગળવારે "બિર્ચ બાય રોમિયો લેન" નાઇટક્લબના ચાર માલિકોમાંથી એક અજય ગુપ્તાની અટકાયત કરી હતી, જ્યાં ભીષણ આગમાં 25 લોકો માર્યા ગયા હતા. રાજ્ય પોલીસે અજય ગુપ્તા અને અન્ય માલિક સુરિન્દર કુમાર ખોસલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કર્યો હતો. 

 ગોવા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે નાઈટક્લબના માલિકોમાંથી એક અજય ગુપ્તાની અટકાયત કરી છે. તે આ કેસમાં ધરપકડ કરાયેલો છઠ્ઠો વ્યક્તિ છે." 

  તેમણે કહ્યું કે અગાઉ, પોલીસ ટીમ તેમને તેમના દિલ્હી નિવાસસ્થાને શોધી ન શકી હોવાથી તેમના વિરુદ્ધ LOC જારી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અજય ગુપ્તા બાદમાં દિલ્હીમાં મળી આવ્યા હતા અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અન્ય બે નાઈટક્લબ માલિકો - સૌરભ લુથરા અને ગૌરવ લુથરા - ફરાર છે અને તેમની સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.

 



 

(12:22 AM IST)