તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
ઝેલેન્સ્કીનું સ્પષ્ટ વલણ : રશિયાને યુક્રેનનો કોઈ પણ વિસ્તાર સોંપવાનો સ્પષ્ટ ઇનકાર : અમેરિકાના દબાણનો પ્રતિકાર કરતા યુરોપીયન સમર્થન એકત્રિત કરવાના પ્રયાસો
યુક્રેનના રાષ્ટ્રપતિએ બંધારણ અને નૈતિકતાનો હવાલો આપી ટ્રમ્પની યોજનાને ફગાવી, કહ્યું - 'કાયદા મુજબ અમને ક્ષેત્ર છોડવાનો કોઈ અધિકાર નથી' : રોમમાં પોપ અને ઇટાલિયન PM સાથે મુલાકાત કરી

કીવ, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથે શાંતિ કરાર માટે પોતાના દેશના કોઈ પણ ક્ષેત્રને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અમેરિકા તરફથી યુદ્ધ સમાપ્ત કરવા માટે પીડાદાયક છૂટછાટો આપવાના દબાણનો પ્રતિકાર કરતા ઝેલેન્સ્કીએ યુરોપિયન સમર્થન વધારવાની દિશામાં મંગળવારે સક્રિયતા દર્શાવી હતી.
સોમવારે મોડી રાત્રે પત્રકારો સાથેની વોટ્સએપ ચેટમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, "નિઃશંકપણે, રશિયા અમારા પર પ્રદેશો છોડવા માટે ભાર મૂકી રહ્યું છે. અમે સ્પષ્ટપણે કંઈ પણ છોડવા માંગતા નથી. અમે તેના માટે જ લડી રહ્યા છીએ."
તેમણે વધુમાં જણાવ્યું: "શું અમે કોઈ વિસ્તાર છોડવા પર વિચાર કરી રહ્યા છીએ? કાયદા મુજબ અમને એવો કોઈ અધિકાર નથી. યુક્રેનના કાયદા, અમારા બંધારણ, આંતરરાષ્ટ્રીય કાયદા અને સાચું કહું તો, અમને કોઈ નૈતિક અધિકાર પણ નથી."
ઝેલેન્સ્કીનું આ મક્કમ વલણ ખાસ કરીને મહત્ત્વનું છે, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે 'પોલિટિકો' સાથેના એક ઇન્ટરવ્યૂમાં ઝેલેન્સ્કી પર દબાણ કર્યું હતું કે યુક્રેન રશિયાને પોતાનો પ્રદેશ સોંપી દેવાના અમેરિકી પ્રસ્તાવને સ્વીકારી લે. ટ્રમ્પે દલીલ કરી હતી કે લગભગ ચાર વર્ષ જૂના આક્રમણમાં મોસ્કોનું પલડું ભારે છે અને ઝેલેન્સ્કી સરકારે સહકાર આપવો જોઈએ.
યુરોપનું સમર્થન એકત્ર કરવાના ભાગરૂપે ઝેલેન્સ્કીએ મંગળવારે રોમની બહાર પોપ લિયો XIV (Castel Gandolfo) અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. વેટિકને જણાવ્યું હતું કે પોપે "સંવાદ ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો" અને "હાલની રાજદ્વારી પહેલથી ન્યાયી અને કાયમી શાંતિ આવે તેવી તાકીદની ઇચ્છા વ્યક્ત કરી." યુદ્ધમાં હોલી સી (વેટિકન) તટસ્થ રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
