<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ફાસ્‍ટ ફૂડબિનતંદુરસ્‍ત હોવાથી તેના પર જીએસટી વધારવા વિચારણા

સરકારનો ફાસ્‍ટફૂડથી દૂર રહેવા પ્રચાર છતાં ફાસ્‍ટફૂડના વધતા વપરાશ અને વધતી આરોગ્‍ય સમસ્‍યા અંગે વિચારણા કરી નિર્ણય લેવાશે

નવી દિલ્‍હી તા.૧૦: તમાકુ ઉત્‍પાદનો પર ૨૮ ટકા GST છે. તેમ જ કમ્‍પેન્‍સેશન સેસ સાથે કુલ અસરકારક દર ૪૦ ટકાથી માંડીને ૨૯૦ ટકા સુધી જાય છે. ખરેખર આ વેરાનો ઉપયોગ લોકોની અનારોગ્‍યકારી ટેવ દૂર કરવા માટે કરવી હોય તો માત્ર તમાકુ નહીં, પણ અલ્‍ટ્રા-પ્રોસેસ્‍ડ ફૂડ અને જંક ફૂડ પરના GST વિશે પણ નવો વિચાર કરવાની જરૂર છે. સરકાર પણ વારંવાર તેનાં સેવનને નિયંત્રિત કરવાની સલાહ આપે છે.

ફાસ્‍ટફૂડના સેવનથી મેદસ્‍વિતા અને અનેક પ્રકારના શારિરિક રોગ થતાં હોવાથી તેને પણ તમાકુની જેમ આરોગ્‍યને હાનિ કર્તા ગુડ્‍સની કેટેગરીમાં નાખીને તેના પર વધુ જીએસટી વસૂલવો જોઈએ તેવી એક માગણી કરવામાં આવી રહી છે.

બર્ગર, પિઝા, પ્રાઈડ પોટેટો ચિપ્‍સ જેવા કાસ્‍ટફુડનું વારંવાર સેવન કરવાથી માનવ શરીર અનેક રોગીનો ભોગ બને છે. ફાસ્‍ટફૂડમાં સુગર વધુ હોવાથી, બિનતન્‍દુરસ્‍ત ચરબી વધારે હોવાથી તથા આવશ્‍યક પોષક ઘટકોનો અભાવ હોવાથી મેદસ્‍વિતા ઉપરાંત ટાઈપ ટુ ડાયબિટીસ, હાર્ટ ડિસીઝ-હૃદયરોગ, પાચનતંત્રની ગરબડ અને બંધકોશ જેવી સમસ્‍યાઓ થાય છે. ફાસ્‍ટ ફૂડના અતિરેકને કારણે માનસિક આરોગ્‍ય પણ કથળે છે. દાંત બગડવાની પ્રક્રિયા ઝડપી થાય છે. તેમ જ ચોક્કસ પ્રકારના કેન્‍સર થવાની સંભાવના પણ વધી જાય છે. ભારત સરકાર પ્રચાર કરીને ફાસ્‍ટફૂડથી દૂર રહેવા માટે વારંવાર વિનંતી કર્યા કરે છે. છતાંય કાસ્‍ટફૂડનો વપરાશ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વલણ અને ચલણ ભારતની જનતાના આરોગ્‍ય માટે જોખમી છે. તેથી જ સરકાર ફાસ્‍ટ ફડને સિન ગુડસ એટલે કે આરોગ્‍યને ખરાબ કરતી સામગ્રીની કેટેગરીમાં મૂકીને તેના પર વધારે જીએસટી લાગુ કરવાનું વિચારી રહી છે.

બાવીસમી સપ્‍ટેમ્‍બર ૨૦૨૫થી કેન્‍દ્ર સરકારે ગ્રાહકોને લાભ થાય તેવા સુધારાઓ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સમાં લાગુ કર્યા તે પછી સામાન્‍ય ચીજવસ્‍તુઓ પર લાગતી GST વસૂલાતને બે જ સ્‍લેબ પ ટકા અને ૧૮ ટકાના રહ્યા હોવા છતાં GST આવકમાં નવેમ્‍બર ૨૦૨૫માં થોડો ઘટાડો જોવા મળ્‍યો છે.

 

 

(9:45 AM IST)