હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 10th December 2025
સરકારી અધિકારીઓની સામે ઈન્ડિગોના સીઈઓની હાથ જોડતી તસવીર પર શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના આકરા પ્રહાર

મુંબઈ: શિવસેના (યુબીટી) ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓની એક બેઠકની તસવીર શેર કરીને સરકાર પર નિશાન તાક્યું છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે ઈન્ડિગોના સીઈઓ હાથ જોડીને બેઠા હોય તેવી તસવીરો જાહેર કરવાનો શું અર્થ છે, જ્યારે સત્ય એ છે કે સરકારે પાઈલટો માટેના ‘ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન’ (એફડીટીએલ) ના નિયમો હળવા કરી દીધા છે.
પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આમાં એરલાઈન કરતા વધારે દોષ સરકારનો છે જેઓ બજાર પરના એકાધિકાર (મોનોપોલી) તરફ આંખ આડા કાન કરી રહ્યા છે અને કડક પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
