<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

બાળકના ઉછેરનો અધિકાર નાના નહીં પણ પિતાને

નાના પાસેથી બાળકને લઈને પિતાને સોંપવા ઓડિશા હાઇકોર્ટનો આદેશ : માતા મૃત્‍યુ પામે તેવી સ્‍થિતિમાં બાળકને પિતાથી પણ અલગ કરી દેવાથી બન્નેના પ્રેમ-સ્‍નેહથી વંચિત રહી જશે

ભુવનેશ્વર, તા. ૧૦:  માતા મૃત્‍યુ પામે તેવી સ્‍થિતિમાં બાળકનો ઉછેર કરવાનો અધિકાર પિતાને આપવો કે તેના નાનાને આ મુદ્દે ઓડિશા હાઇકોર્ટ દ્વારા ચુકાદો અપાયો હતો. હાઈકોર્ટે ગાર્જિયનશિપનો અધિકાર અંતે પિતાને સોંપ્‍યો હતો અને બાળકને નાના પાસેથી લઈને પિતા પાસે મોકલવા આદેશ આપ્‍યો હતો. હાઇકોર્ટે નોંધ્‍યું હતું કે બન્નેને અલગ કરવાથી એકબીજા પ્રત્‍યેના પ્રેમ અને સ્‍નેહથી વંચિત રહી જશે.

૨૦૧૯માં ઓડિશાના આ કપલના લગ્ન થયા હતા, બન્ને શાંતિથી સાથે રહેતા હતા  એવામાં બાળકનો જન્‍મ થયો, અને બાદમાં માતાનું મોત નિપજ્‍યું હતું. માતાના મૃત્‍યુ બાદ બાળકનું ધ્‍યાન કોલ રાખશે તેને લઈને સવાલો ઉઠયા હતા. નાના પોતાના સાથે લઈ અને તેઓ જ આ બાળકનો ઉછેર કરવાનો અધિકાર ધરાવે છે તેવો દાવો તેમણે કર્યો હતો. બાળકને નાના પાસેથી પરત મેળવવા માટે પિતા દ્વારા ફેમેલી કોર્ટમાં એડ કરવામાં આવી કોર્ટે દીધી હતી જેનું કારણ પત્‍નીનું મૃત્‍યુ અને બાળકના જન્‍મનું પ્રમાણપત્ર રજુ કરવામાં પતિ નિષ્‍ફળ રહ્યો હતો. ફેમેલી કોર્ટના નિર્દોષને બાદમાં ઓડિશાની હાઈકોર્ટમાં પડકારવામાં આવ્‍યો હતો. ઓડિશા હાઈકોર્ટે પિતાની તરફેણમાં ચુકાદો આવ્‍યો હતો અને કહ્યું હતું હતું કે બાળકની માતા જીવીત હતી ત્‍યારે તેણે પતિ કે સાસરિયા સામે કોઈ ફરિયાદ નહોતી કરી, બાળક હજુ નાનુ છે જો હાલ તેને પિતાને સોંપી દેવાય તો તેની સાથે ભળી જશે. આ અપિકાર જો પિતાને સોંપવામાં ના આવ્‍યો તો બાળક અને પિતા બન્ને એકબીજાના પ્રેમ અને સ્‍નેહથી વંચિત થઈ જશે, આ સ્‍નેહ-પ્રેમના બન્ને હકદાર છે.

(9:52 AM IST)