હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેપારીએ જીએસટી ભર્યો નહીં હોય અને ક્રેડિટ લીધી તો રિવર્સ કરવા માટે નોટિસ
CGSTએ કલમ ૩૭ એ પ્રમાણે અનેક વેપારીઓને નોટિસ ફટકારી

મુંબઇ તા.૧૦: સેન્ટ્રલ જીએસટી દ્વારા હજજારો વેપારીઓને હાલમાં નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે વેપારીએ ખરીદ કરવામાં આવેલી વસ્તુ પેટે જીએસટી તો આપી દીધો છે. રંતુ જેની પાસેથી ખરીદી કરી તે મારીએ જીએસટી વિભાગમાં જમા કરાવ્યો નથી તેમ છતાં વેપારીએ ક્રેડિટ લઇ લીધી હોય તેવા વેપારીઓને ક્રેડિટ રિવર્સ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી રહી છે. કલમ ૩૭ એ પ્રમાણે નોટિસ આપવાની શરૂઆત સંભવતઃ સેન્ટ્રલ જીએસટી દ્વારા પહેલી વખત કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
વેપારીઓએ ખોટી રીતે ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં વ્યાજ અને દંડ ભરવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે. જ્યારે સામેવાળા વેપારીએ જીએસટી ભરપાઈ કર્યો નહીં હોવા છતાં વેપારીએ ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં ક્રેડિટ રિવર્સ કરવા માટે નોટિસ ફટકારવાની શરૂઆત સેન્ટ્રલ જીએસટી દ્વારા કરવામાં આવી રહી છે. જોકે સ્ટેટ જીએસટી દ્વારા હજુ સુધી આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નહીં હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ માટે જીએસટી વિભાગમાં એક સોફટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં સામેવાળા વેપારીએ જીએસટી ભરપાઈ કર્યો નહીં હોવા છતાં ક્રેડિટ લીધી હોય તેવા સંજોગોમાં સોફટવેરમાં જ તે નંબર પર રેડ ફલેગ જેવું નિશાન આવી જાય છે. તેના કારણે અધિકારીને તાત્કાલિક જ તેની જાણ થતા ક્રેડિટ લેનાર વેપારીને ક્રેડિટ રિવર્સ કરવા માટે નોટિસ ફટકારવામાં આવતી હોય છે.
અધિકારીઓ દ્વારા ક્રેડિટ રિવર્સ કરવા માટે નોટિસ ફટકારે છે. પરંતુ જે વેપારીએ જીએસટી ભરપાઈ નથી કર્યો તેની પણ જાણકારી જીએસટી નંબર સાથે અધિકારીઓ પાસે હોય જ છે. જ્યારે તે વેપારી સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના કારણે જે વેપારીએ ક્રેડિટ લીધી હોય તેને ક્રેડિટ રિવર્સ કરવાની સાથે વસ્તુ ખરીદતી વખતે જીએસટીની ચુકવણી કરી હોય તો તે રકમ પણ ગુમાવવાની સ્થિતિ ઊભી થતી હોય છે. આ કારણોસર વેપારીને બેવડો આર્થિક ફટકો પડતો હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
