હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પ વહીવટી તંત્રે ૮૫,૦૦૦ વિઝા રદ કર્યા : વિદ્યાર્થીઓને ભારે ફટકો
ટ્રમ્પ વારંવાર યુનાઇટેડ સ્ટેટ્સમાં સમસ્યાઓ માટે વિદેશીઓને દોષી ઠેરવી રહ્યા છે : ટ્રમ્પ વહીવટીતંત્ર વિઝા સ્ક્રીનીંગ પર કડક વલણ અપનાવી રહ્યું છે ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તારોના અરજદારો માટે : વિદેશીઓના ગુનાઓમાં સંડોવણીને કારણે વિઝા રદ કરવામાં આવ્યા છે

વોશિંગ્ટન, તા.૧૦ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે આ વર્ષે ૮૫,૦૦૦ વિઝા રદ કર્યા છે. આ કાર્યવાહી ઇમિગ્રેશન અમલીકરણને મજબૂત બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રીનીંગમાં સુધારો કરવાના પ્રયાસનો ભાગ હોવાનું કહેવાય છે. રદ કરાયેલા વિઝામાં ૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષ કરતા બમણા છે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન મુદ્દાઓ પર સતત કડક વલણ અપનાવ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે લખ્યું, જાન્યુઆરીથી ૮૫,૦૦૦ વિઝા રદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રુબિયો એક સરળ આદેશનું પાલન કરે છે, અને તેઓ ટૂંક સમયમાં કયારેય બંધ થશે નહીં. પોસ્ટમાં ટ્રમ્પનો ફોટો અને ‘મેક અમેરિકા સેફ અગેઇન' સૂત્ર છે, જેનો અર્થ છે કે આ પગલું અમેરિકાને સુરક્ષિત બનાવવા માટે લેવામાં આવ્યું છે.
કોના વિઝા રદ કરવામાં આવ્યા?
CNNના અહેવાલ મુજબ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થી વિઝા રદ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષ કરતા બમણા છે. અધિકારીએ જણાવ્યું હતું કે વિઝા રદ કરવાના સૌથી સામાન્ય કારણો DUI (નશા હેઠળ વાહન ચલાવવું), હુમલો અને ચોરી હતા, જે રદ કરાયેલા વિઝામાંથી અડધા હતા.
વિઝા રદ કરવાના કારણોમાં અગાઉ ઓવરસ્ટેઇંગ, ગુનાહિત ચિંતાઓ અને આતંકવાદને ટેકો શામેલ હતો. ઘ્ફફ એ પણ અહેવાલ આપ્યો હતો કે વહીવટીતંત્રે ગાઝા પર વિદ્યાર્થી વિરોધમાં સામેલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા છે. આ વિદ્યાર્થીઓને વિઝા નિયમો કડક કરીને, તેમને યહૂદી વિરોધી ગણાવીને નિશાન બનાવવામાં આવ્યા છે.
વિઝા ચકાસણીમાં વધારો : વિઝા રદ કરવામાં વધારો ત્યારે થયો છે કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્ર માન્ય વિઝા ધરાવતા ૫૫ મિલિયન વિદેશી નાગરિકો માટે તેની સતત ચકાસણી નીતિનો વિસ્તાર કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે જો નવી માહિતી બહાર આવે તો કોઈપણ સમયે વિઝા રદ કરી શકાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાથી જ ૧૯ દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂકયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અન્ય ઇમિગ્રેશન માર્ગો પણ બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. શ્લ્ત્લ્ એ જણાવ્યું છે કે તે ચિંતા ધરાવતા દેશોૅ ના લોકોની ગ્રીન કાર્ડ અરજીઓની ફરીથી તપાસ કરશે. એજન્સીએ શરણાર્થી અરજીઓના તમામ નિર્ણયોને અસ્થાયી રૂપે સ્થગિત પણ કરી દીધા છે. યુએસ સૈન્યને મદદ કરનારા અફઘાન લોકો માટે વિઝા સ્થગિત કરવામાં આવ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
