હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લંડન પોલીસે કારમાંથી ઉતારીને લીધી પાકિસ્તાની ગૃહમંત્રીની તલાશી
બ્રિટિશ પોલીસે ગૃહમંત્રીને કારમાંથી ઉતાર્યા પાકિસ્તાનની સાખનો આઈનો! : પોલીસે ‘‘ટ્રોફી ચોર'' નકવીની કારની લીધી તપાસ, પાકિસ્તાનની વિશ્વભરમાં થઈ મહાબેઇજ્જતી

લંડન,તા.૧૦: લંડન પોલીસે નકવીની કરી આંતરરાષ્ટ્રીય બેઇજ્જતી પાકિસ્તાનની ફિતરત એવી છે કે ત્યાંની સરકાર, આર્મી અધિકારીઓ, શહબાઝ સરકારના મંત્રીઓ અને સામાન્ય લોકો પર પણ દુનિયા બિલકુલ ભરોસો કરતી નથી. એટલે જ પાકિસ્તાની નેતાઓને વિદેશમાં વારંવાર બેઇજ્જતીનો સામનો કરવો પડે છે. પોતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હોય કે બીજા કેબિનેટ મંત્રીઓ સહિતની ક્યાંકને ક્યાંક બેઇજ્જત થઈ ચૂકી છે.
તાજેતરનો કિસ્સો ગૃહમંત્રી મોહસીન નકવીનો છે. નકવી લંડનની મુલાકાતે હતા, ત્યાં બ્રિટિશ પોલીસે તેમને કારમાંથી ઉતારી દીધા અને ગાડીની સઘન તલાશી લીધી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી અધિકારીઓને મળવા બ્રિટનના વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ન્યૂઝ એજન્સી ખ્ફત્એ આ વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બ્રિટિશ પોલીસે પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવીની કાર રોકીને તલાશી લીધી હતી.
વીડિયોમાં દેખાય છે કે આ કોઈ સામાન્ય રૂટિન ચેકિગ નહોતું. પોલીસે દરેક ખૂણેથી નકવીની કાર તપાસી હતી. નકવીની કારની તલાશી કેમ લેવામાં આવી એનું કારણ તો સ્પષ્ટ નથી, પણ એવું માનવામાં આવે છે કે બોમ્બ કે ડ્રગ્સના શકમાં પોલીસે આ સર્ચ ઑપરેશન કર્યું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સાખ કેવી છે અને દુનિયા ત્યાંના લોકોને કેવી નજરે જુએ છે.
જણાવી દઈએ કે મોહસીન નકવી ફેબ્રુઆરી ૨૦૨૪થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે. તે જાન્યુઆરી ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તે સિટી મીડિયા ગ્રૂપના સ્થાપક પણ છે.
થોડા દિવસ પહેલાં એશિયા કપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નકવી પાસેથી વિજેતા ટ્રોફી અને મેડલ લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતથી નકવી એટલા ચિડાયા કે તે ટ્રોફી પોતાની સાથે જ લઈ ગયા. હજુ સુધી ભારતને ટ્રોફી સોંપી નથી. ત્ઘ્ઘ્ આ મામલાની તપાસ કરી રહી છે.
આ પહેલાં પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરની પણ બેઇજ્જતી થઈ ચૂકી છે. આસિમ મુનીરને એક પાકિસ્તાની સાંસદે સેલ્સમેન કહી દીધા હતા. આ જ વર્ષે માર્ચમાં તુર્કમેનિસ્તાનમાં નિયુક્ત પાકિસ્તાની રાજદૂત અહસાન વગાનની અમેરિકામાં બેઇજ્જતી થઈ હતી. વગાનને અમેરિકામાં એન્ટ્રી નહોતી આપવામાં આવી અને એરપોર્ટથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
