તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 10th December 2025
ગોરખનાથ મંદિરમાં યોગી આદિત્યનાથનો ’જનતા દરબાર’: અધિકારીઓને કડક સૂચના, જનતાની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં જનતા દર્શન કાર્યક્રમ યોજીને સેંકડો અરજદારોની ફરિયાદો રૂબરૂ સાંભળી હતી. તેમણે હાજર અધિકારીઓને લોકોની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા આદેશ આપ્યા હતા.
ગોરખપુર પ્રવાસ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર પરિસરમાં આયોજિત ’જનતા દર્શન’માં ભાગ લીધો હતો. સવારથી જ દૂર-દૂરથી આવેલા સેંકડો લોકોએ પોતાની ફરિયાદો અને સમસ્યાઓ લઈને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. યોગી આદિત્યનાથે એક પછી એક તમામ અરજદારો પાસે જઈને તેમની સમસ્યાઓ શાંતિથી સાંભળી હતી અને તેમની અરજીઓ સ્વીકારી હતી. આ દરમિયાન તેમણે ત્યાં હાજર વહીવટી અને પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, પ્રજાની કોઈપણ ફરિયાદ પેન્ડિંગ રહેવી ન જોઈએ.
મુખ્યમંત્રીએ ખાસ કરીને જમીન પચાવી પાડવાના મામલામાં અને ગરીબોને કનડગત કરવાના કિસ્સામાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા જણાવ્યું હતું. તેમણે બીમાર લોકોની સારવાર માટે આર્થિક સહાયની ખાતરી આપી હતી અને અધિકારીઓને સારવારના એસ્ટિમેટ તાત્કાલિક સરકારમાં મોકલવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીનો આ અભિગમ જોઈને અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
