<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ગોવા અગ્નિકાંડ બાદ સરકાર એક્શન મોડમાં: ગેરકાયદે ધમધમતી ક્લબો પર બુલડોઝર ફરશે, લાયસન્સ રદ કરવાની ચીમકી

ગોવાની એક નાઈટ ક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. સુરક્ષાના નિયમો નેવે મૂકીને ચાલતી ગેરકાયદે ક્લબો અને હોટેલો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોવામાં પ્રવાસીઓથી ધમધમતા વિસ્તારમાં આવેલી એક જાણીતી નાઈટ ક્લબમાં લાગેલી આગની ઘટના બાદ વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે. આ ઘટના બાદ ગોવા સરકારે રાજ્યભરમાં ગેરકાયદે બાંધકામ અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી ક્લબો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)ના નિયમોનો ભંગ કરીને દરિયાકિનારે ઊભી કરી દેવાયેલી ક્લબો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તમામ નાઈટ ક્લબો, રેસ્ટોરન્ટ અને હોટેલોમાં ફાયર સેફ્ટી ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. જે એકમો પાસે ફાયર એનઓસી નથી અથવા જેમણે ગેરકાયદેસર રીતે વધારાનું બાંધકામ કર્યું છે, તેમના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. પર્યટનની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનધિકૃત બાંધકામોને હવે સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ સરકારે આપી દીધો છે.

(10:44 AM IST)