હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદી પછી દેશની કમાન કોણ સંભાળશે? : સંઘ પ્રમુખ મોહન ભાગવતે કર્યો સૌથી મોટો ખુલાસો
નરેન્દ્રભાઈ મોદી પછી વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી અને ખુદ નરેન્દ્રભાઈ મળીને કરશે

નવી દિલ્હીઃ ચેન્નાઈમાં યોજાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં શ્રી મોહન ભાગવતજીએ વડાપ્રધાન પદના ઉત્તરાધિકારી અંગેના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી પછી વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી અને ખુદ નરેન્દ્રભાઈ મળીને કરશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ચેન્નાઈમાં આયોજિત સંઘના શતાબ્દી સમારોહમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં વડાપ્રધાન પદ માટે કોની પસંદગી કરવામાં આવશે, તે નિર્ણય સંઘ દ્વારા નહીં પરંતુ ભાજપ અને નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવામાં આવશે.
ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જ્યારે એક સ્વયંસેવકે મોહન ભાગવતને પૂછ્યું કે નરેન્દ્રભાઈ મોદી પછી દેશના આગામી વડાપ્રધાન કોણ હશે?, ત્યારે આ સવાલનો જવાબ આપતા સંઘ પ્રમુખે કહ્યું હતું કે આ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીનો છે. તેઓ આ વિષય પર ચર્ચા કરશે અને નિર્ણય લેશે. મોહન ભાગવતના આ નિવેદનને રાજકીય રીતે ખૂબ જ સૂચક માનવામાં આવે છે, કારણ કે આનાથી સ્પષ્ટ થાય છે કે સંઘ ભાજપના નેતૃત્વ પરિવર્તનના મામલે સીધો હસ્તક્ષેપ કરવાના બદલે પક્ષની સ્વાયત્તતાનું સન્માન કરશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ૭૫ વર્ષની વય પૂર્ણ કરશે ત્યારે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેશે કે કેમ. અગાઉ મોહન ભાગવતજીએ નેતાઓની નિવૃત્તિ વય મર્યાદા અંગે પણ એક નિવેદન આપ્યું હતું, જેના કારણે વિરોધ પક્ષોએ એવો દાવો કર્યો હતો કે સંઘ વડાપ્રધાન મોદીને નિવૃત્તિ માટે ઈશારો કરી રહ્યો છે. જોકે, હવે આ તાજેતરના નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયામાં વડાપ્રધાન મોદીનો અભિપ્રાય સૌથી મહત્વનો રહેશે.
આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગવતે કાર્યકરોને સંબોધતા એમ પણ કહ્યું હતું કે સંઘનું કામ સમાજ નિર્માણનું છે અને રાજકીય નિર્ણયો જે-તે પક્ષ દ્વારા લેવામાં આવે તે જ યોગ્ય છે. આ ખુલાસા બાદ ભાજપના આંતરિક વર્તુળોમાં અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ નવી ચર્ચાઓ શરૂ થઈ છે કે મોદી પછી ભાજપનું નેતૃત્વ કોણ કરશે, પરંતુ હવે એ સ્પષ્ટ છે કે તે નામ પર અંતિમ મહોર મોદી અને પક્ષ સંગઠન દ્વારા જ મારવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
