News of Wednesday, 10th December 2025
ટ્રાફિક-પોલીસે અકારણ દંડ ફટકાર્યો તો વિરોધમાં માથે હેલ્મેટ પહેરીને જ કાર ચલાવે છે આ ભાઈ

આગરા, તા.૧૦: આગરામાં હમણાં એક વ્યક્તિની ચર્ચા જામી છે. નામ તેમનું ગુલશન કેન છે. આમ તો તેઓ એક સ્કૂલના સંચાલક છે, પણ તેમના નામની ચર્ચાનું કારણ કંઈક વિચિત્ર છે. હકીકતમાં હેલ્મેટ પહેરીને કાર ચલાવતા ગુલશનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
તેમનો દાવો છે કે ટ્રાફિક-પોલીસના કઙ્ઘમેરામાંથી તેમને ૨૬ નવેમ્બરે ચલાન આવ્યું હતું, જેમાં ૧૧૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને કારણ આપ્યું હતું કે ડ્રાઇવરે હેલ્મેટ પહેરી નથી. જોકે ગુલશન કાર ચલાવે છે, બાઇક નહીં અને એનાથી મોટી વાત એ કે જે વિસ્તારનું ચલાન આવ્યું છે ત્યાં કદી તેઓ ગયા જ નથી. આ વાતથી ગુસ્સે ભરાયેલા ગુલશન ત્યારથી હેલ્મેટ પહેરીને જ ગાડી ચલાવી રહ્યા છે. આ બાબતે ટ્રાફિક-પોલીસના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે અને તેમણે કહ્યું છે કે ‘ગુલશનને દંડ કેવી રીતે ફટકારવામાં આવ્યો એની તપાસ થઈ રહી છે. જો કોઈ ભૂલ હશે તો એને સુધારવામાં આવશે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
