હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"સમાજવાદી પાર્ટીની સરકાર આવશે તો ગરીબ મહિલાઓને વાર્ષિક ₹40,000 આપીશું": અખિલેશ યાદવનો મોટો ચૂંટણી વાયદો
સપા અધ્યક્ષે ઉત્તર પ્રદેશ ચૂંટણી ૨૦૨૭ને દેશની રાજનીતિની ધૂરી ગણાવી, PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) એજન્ડા પર મૂક્યો ભાર

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે 'PDAની ફાઈનલ પરીક્ષા' સેશનમાં તેમણે પક્ષની રણનીતિ, SIR, ઈવીએમ અને આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર વાત કરી હતી. આ જ સેશનમાં એક સવાલના જવાબમાં અખિલેશ યાદવે જો તેમની સત્તામાં વાપસી થશે તો ગરીબ મહિલાઓ માટે એક મોટો કલ્યાણકારી વાયદો કર્યો હતો.
સપા અધ્યક્ષે જાહેરાત કરી કે જો તેમની સરકાર ઉત્તર પ્રદેશમાં બનશે, તો ગરીબ મહિલાઓને વાર્ષિક ₹40,000 આપવામાં આવશે.
અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ને દેશની રાજનીતિની ધૂરી ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુપીની ચૂંટણીની તૈયારી લોકસભા ચૂંટણીના સમયથી જ શરૂ થઈ ચૂકી છે.
યાદવે આ દરમિયાન PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક)ના એજન્ડા પર વાત કરી. તેમણે કહ્યું કે પક્ષ ૨૦૨૭ની ચૂંટણી માટે આ સામાજિક સમીકરણને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહ્યો છે, અને ગરીબ મહિલાઓને આર્થિક મદદ આપવાનો વાયદો આ એજન્ડાનો એક ભાગ છે.
તેમણે હાલમાં ચાલી રહેલા રાજકીય મુદ્દાઓ જેમ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ઈવીએમ અંગે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે બિહારના રાજકીય પરિણામો અને તેના પ્રભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
