ભારતમાં બે વર્ષમાં ઓનલાઇન જાહેર સેવાઓમાં બે ગણો વધારો

નવી દિલ્હી,તા.૧૧: સરકારે બુધવારે લોકસભાને માહિતી આપી હતી કે છેલ્લા અઢી વર્ષમાં દેશમાં ઓનલાઇન જાહેર સેવાઓમાં બે ગણો વધારો નોંધાયો છે. એક પ્રશ્નનો ઉત્તર આપતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઓફર કરાતી ઇ-સર્વિસની સંખ્યા ઓક્ટોબર- ૨૦૨૫ સુધીમાં ૨૩,૯૧૯ના આંક ઉપર પહોંચી ગઇ છે જે ૨૦૨૩માં ૧૧,૬૧૪ હતી, અર્થાત છેલ્લાં બે વર્ષમાં સરકારી ઓનલાઇન જાહેર સેવાઓની સંખ્યામાં ૧૦૫ ટકાનો વધારો નોંધાયો છે. સરકાર દ્વારા શરૂ કરાયેલી નેશનલ ઇ-ગવર્નન્સ સર્વિસ ડિલિવરી એસેસમેન્ટ (NeSDA) ઝૂંબેશના ભાગરૂપે સરકારી નલાઇન સેવાઓમાં ધરખમ વધારો નોંધાયો છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ મંત્રાલયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલી હદે પોતાની ઓનલાઇન સેવાઓ સારી રીતે પૂરી પાડી શકે તેમ છે તે બાબતની સમિક્ષા કરવા ૨૦૧૯માં વહિવટ સુધારણા અ જાહેર ફરિયાદ મંત્રાલય દ્વારા NeSDAની ઝૂંબેશ શરૂ કરાઇ હતી. સાત મહત્વના સેક્ટરમાં ડિજીટલ ગવર્નન્સમાં સુધારો કરવા માટે આ ઝૂંબેશ ધારાધોરણો નિર્ધારિત કરવાનું એક મહત્વનું સાધન બની ગઇ છે એમ પ્રસાદે કહ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
