હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર છેઃ અને હોઠ મશીનગન જેવા છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
૫૧ વર્ષ નાની કેરોલિનાના વખાણ કરતાં ટ્રમ્પની જીભ લપસી

પેન્સિલ્વાનિયા,તા.૧૧: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીભે આજે એક મોટો લોચો માર્યો હતો. પેન્સિલ્વાનિયાની એક નાની જાહેરસભામાં પોતાની સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા કરતા તે મુખ્ય મુદ્દો ભુલી ગયા હતા અને પોતાની ૨૮ વર્ષિય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્ય અને મશીનગન જેવા હોઠના મ્હોંફાટ વખાણ કર્યા હતા જેના કારણે ઉપસ્થિત લોકો પણ આヘર્યચકિત થઇ ગયા હતા.
રંગીન મિજાજ ધરાવતા ૭૯ વર્ષિય ડોનાલ્ડ ટ્રમ્પ લેવિટને સુપર સ્ટાર ગણાવતા ઓપ...ઓપ...ઓપ... જેવા ચિત્ર-વિચિત્ર અવાજો કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેના હોઠ એક નાની મશીનગન જેવા છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને લોકોએ તેમના આ નિવેદનને અનપ્રોફેશ્નલ અને સેક્સિએસ્ટ ગણાવ્યું હતું.
ટ્રમ્પ ૯ ડિસેમ્બરના રોજ પેન્સિલ્વાનિયાના માઉન્ટ પોકોનો ખાતે આજિત એક જાહેરસભાને સંબોધી રહ્યા હતા. પોતાના ભાષણની અધવચ્ચે અટકી ગયા હતા અને સ્ટેજ ઉપર હાજર રહેલી કેરોલિનની તરફ ઇશારો કરતાં બોલ્યા હતા ‘આજે હું મારી સાથે અમારી સુપર સ્ટાર કોરેલિનને પણ લઇને આવ્યો છું. શું તે અદભૂત નથી? શું કેરોલિન ખરેખર અદભૂત છે'? જો કે ટ્રમ્પ એટલેથી ના અટકતા કેરોલિનના વખાણ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે તે ઓપ...ઓપ...ઓપ...ની જેમ ધડકતાં અને નાની મશીનગન જેવા હોઠની સાથે અત્યંત રૂપાળો ચહેરો લઇને સ્ટેજ ઉપર આવે છે ત્યારે તેને સહેજપણ ડર લાગતો નથી'.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
