૨૦૨૫ના સૌથી સ્ટાઇલિશ વ્યક્તિની યાદીમાં શાહરુખ ખાનને સ્થાન મળ્યું
ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા ૨૦૨૫ના સૌથી સ્ટાઇલિશ ૬૭ લોકોની એક યાદી જાહેર

ન્યુ યોર્ક,તા.૧૧: ન્યુ યોર્ક ટાઇમ્સ દ્વારા ૨૦૨૫ના સૌથી સ્ટાઇલિશ ૬૭ લોકોની એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આ વખતે શાહરુખ ખાનનું નામ પણ ઉમેરાયું છે. તે છેલ્લા ૩૨ વર્ષથી બોલિવૂડની લગભગ ૧૦૦ ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. આ યાદીમાં સ્થાન મળવાથી શાહરુખ ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે. ન્યુ યોર્ક ટાઇમ્સમાં શાહરુખ વિશે લખાયું છે, ‘‘એના ફેન્સની ફોજ એને એસઆરકે કહે છે, બોલિવૂડનો સૌથી મોટો સ્ટાર અને દુનિયાના સૌથી લોકપ્રિય અભિનેતા છે જે મેટ ગાલામાં પહેલી વખત જોવા મળ્યો.'' આ સાથે તેનો મેટ ગાલાનો સવ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કરેલા સૂટમાં ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો.
ન્યુ યોર્ક ટાઇમ્સની આ યાદીમાં વિવિયન વિલ્સન, નિકોલ શેર્ઝિગર, વોલ્ટન ગોગિન્સ, જેનિફર લોવરેન્સ, શાઈ ગિલેજ્યિસ એલેક્ઝઆન્ડર, કોએલ એસ્કોલા, નોહા વાઇલ, બકા બ્લૂમ, સબરિના કારપેન્ટર અને એરએપી રોકી પણ છે.
જો શાહરુખની ફિલ્મની વાત કરવામાં આવે તો તેની કિગ આવી રહી છે, તેનું ટીઝર લોંચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મથી શાહરુખની દીકરી સુહાના પણ મોટા પડદે ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ એક સુપરએક્શન ફિલ્મ છે, તેનો અંદાજ તેના ટીઝર પરથી પણ આવે છે, ત્યારે હવે એવા અહેવાલો છે કે શાહરુખ પોતાની દીકરીને પોતે જ એક્શન માટે તાલીમ આપી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
