<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ભારે કરી! સુહાગરાત પર વરરાજાની પોલ ખુલીઃ ૩ દિવસમાં દુલ્‍હન પિયરે ભાગી ગઈઃ ઘરે પહોંચતા જ છૂટાછેડાની નોટિસ મોકલી

યુવતીનું કહેવું છે કે તે એવા વ્‍યક્‍તિ સાથે પોતાનું જીવન જીવી શકતી નથી, જે શારીરિક રીતે અક્ષમ છે

ગોરખપુર તા.૧૧: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં લગ્નના ફક્‍ત ૩ દિવસ બાદ દુલ્‍હન રડતાં-રડતાં પિયરે પાછી આવી હતી. પછી તેણે વરરાજાને છૂટાછેડાની અરજી મોકલી દીધી. હકીકતમાં યુવતીનું કહેવું છે કે તે એવા વ્‍યક્‍તિ સાથે પોતાનું જીવન જીવી શકતી નથી, જે શારીરિક રીતે અક્ષમ છે. આ વાત તેને સુહાગરાત પર ખબર પડી. ખુદ વરરાજાએ આ વાત તેને કહી હતી.

સહજનવીના રહેવાસી ૨૫ વર્ષના વરરાજા સુખી સંપન્ન પરિવારનો એકનો એક દીકરો છે. છોકરો સારું એવું ભણેલો છે. તેણે બીટેક કર્યા બાદ ગીડાની એક ફેક્‍ટરીમાં એન્‍જાિનિયર તરીકે નોકરી કરતો હતો. પરિવારે બેલીપારના રહેવાસી અમુક સંબંધીઓએ એક છોકરી બતાવી. બંનેના પરિવારની મરજીથી છોકરો અને છોકરી એકબીજાને મળ્‍યા.

બંને પક્ષને સંબંધ ખૂબ જ સારો લાગ્‍યો. પછી ધૂમધામથી ૨૮ નવેમ્‍બરના રોજ વરરાજા જાન લઈને બેલીપાર આવ્‍યો. અહીં લગ્ન થયા અને ૨૯ નવેમ્‍બરના રોજ દુલ્‍હનની વિદાય થઈ. આંખોમાં નવા પરિવારના સપના લઈને દુલ્‍હન પોતાના સાસરિયે આવી. પણ સુહાગરાત પર તેના બધા સપના તૂટી ગયા. ૧ ડિસેમ્‍બરના રોજ છોકરીના પિતા ચોથ લઈને દીકરીના સાસરિયે પહોંચ્‍યા. દીકરી પિતાને રૂમમાં લઈને ગઈ અને સાસરિયામાં વિતાવેલા ૩ દિવસ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો. આ વાત જાણી પિતા પોતાની દીકરીને લઈને ઘરે આવી ગયા. સાસરિયાવાળા કારણ પૂછતા રહ્યા, પણ તેમણે કોઈ જવાબ આપ્‍યો નહીં.

ત્‍યાર બાદ દુલ્‍હને છૂટાછેડાની નોટિસ મોકલી. છૂટાછેડાની નોટિસ મળ્‍યા બાદ બંને પરિવારના લોકો બેલીપારમાં રહેતા એક સંબંધીને ઘરે પંચાયત બેઠી. આ દરમ્‍યાન પિતાએ કહ્યું કે તેને દગો કરીને દીકરાના લગ્ન કર્યા. છોકરો કોઈ કામનો નથી. આ વાત પહેલા કહેવી જોઈએ. આગળ કહ્યું કે ૨ વર્ષ પહેલા જ છોકરાના લગ્ન કર્યા હતા. પણ ૧ મહિનામાં જ છોકરી ઘર છોડીને જતી રહી હતી. તે સમયે પણ છોકરો નપુંસક હોવાની વાત સામે આવી હતી.

પિતાએ પોલીસને જણાવ્‍યું કે, દીકરીએ મને જે વાત જણાવી, તેના પર મને વિશ્વાસ ન આવ્‍યો. તેણે કહ્યું કે મારી સાથે દગો થયો છે, જેની સાથે મારા લગ્ન કરાવ્‍યા છે, તે મેડિકલી ફિટ નથી. ઘરે આવીને મેં દીકરીના સાસરિયે ફોન કર્યો તો પહેલા તો એ લોકો મારા પર ગુસ્‍સે થયા કહેવા લાગ્‍યા કે જરૂર તમારી દીકરીને ક્‍યાંક ચક્કર હશે, જે આવી વાતો કરે છે. પણ જ્‍યારે આજુબાજુના લોકો પાસેથી જાણ્‍યું તો ખબર પડી કે છોકરો મેડિકલી ફિટ નથી.

હાલમાં આ મામલો પોલીસ સ્‍ટેશન સુધી પહોંચ્‍યા બાદ બંને પરિવાર વચ્‍ચે નિર્ણય થઈ ગયો છે કે ૧ મહિનાની અંદર વર પક્ષ લગ્નમાં ખર્ચ થયેલા ૭ લાખ રૂપિયા પાછા આપશે. સાથે જ ગિફટ મળી હતી, તે પણ પાછી આપવાની રહેશે. પોલીસ સામે બંને પક્ષે સહમતિ વ્‍યક્‍ત કરી છે

(10:31 AM IST)