<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

'વંદે માતરમ્'ની રચના પાછળની કહાણી: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારે ખોલ્યા રહસ્યો! - મોટી દીકરીને ગીત ન ગમ્યું ત્યારે કવિએ કહ્યું હતું, "એક દિવસ આખા દેશને ગમશે"

સંસદથી લઈને સડક સુધી ચાલી રહેલી 'વંદે માતરમ્'ની ચર્ચા વચ્ચે બંકિમબાબુના પરિવારની પાંચમી પેઢીએ શેર કર્યા અંગત કિસ્સા

નવી દિલ્હી : સમગ્ર દેશમાં 'વંદે માતરમ્' ગીત પર સંસદથી લઈને સડક સુધી ચર્ચાઓ ચાલી રહી છે. આ વાતાવરણ વચ્ચે ગુરુવારે (૧૧ ડિસેમ્બર, ૨૦૨૫)ના રોજ 'વંદે માતરમ્' ગીતના રচয়િતા અને કવિ-વિચારક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારના બે સભ્યોએ હાજરી આપી હતી. બંકિમબાબુના પરિવારની પાંચમી પેઢીના સભ્યો સજલ ચટ્ટોપાધ્યાય અને જૉયદીપ ચટ્ટોપાધ્યાયે તેમના જીવન સાથે જોડાયેલા ખાસ કિસ્સાઓ અને આ રાષ્ટ્રગીતની રચના પાછળની પ્રેરણા વિશે માહિતી શેર કરી હતી.
દીકરીને ન ગમ્યું હતું 'વંદે માતરમ્'
'વંદે માતરમ્' ગીતની રચના સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કરતાં પરિવારના સભ્યોએ જણાવ્યું કે જ્યારે બંકિમબાબુએ આ ગીત લખ્યું, ત્યારે તેમણે સૌ પ્રથમ તે પોતાની સૌથી મોટી દીકરીને સંભળાવ્યું હતું.
બંકિમબાબુની મોટી દીકરીને આ ગીત બહુ પસંદ આવ્યું ન હતું. આના પર બંકિમબાબુએ પોતાની દીકરીને કહ્યું હતું:
"તમને ભલે ન ગમ્યું હોય, પણ જોજો, એક દિવસ આ ગીત આખા દેશને ગમશે અને ગીત ગાવા માટે દેશના લોકો મરી જશે."
બંકિમબાબુની આ વાત આજે સાચી ઠરી છે, અને આ ગીત આજે ભારતીય ગૌરવ અને રાષ્ટ્રીયતાનું પ્રતીક બની ગયું છે.
આ કાર્યક્રમમાં કવિ ડૉ. કુમાર વિશ્વાસ પણ હાજર રહ્યા હતા. બંકિમબાબુના પરિવારના સભ્યોએ આ ગીતને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે શાંતિ જાળવવાની અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના સાહિત્યિક યોગદાનને યાદ રાખવાની અપીલ કરી હતી.

 

(10:00 PM IST)