News of Thursday, 11th December 2025
બાંગ્લાદેશમાં આગામી વર્ષે 12 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન: શેખ હસીનાની પાર્ટી નહી લડી શકે ચૂંટણી
12 ફેબ્રુઆરી એ સવારે 7-30 કલાકથી લઇને સાંજના 4-30 કલાક સુધી મતદાન કરવામાં આવશે.

બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. એ જ દિવસે જુલાઇ ચાર્ટરને લાગૂ કરવા માટે જનમત સંગ્રહ કરાશે. 12 ફેબ્રુઆરીના રોજ સવારે 7-30 કલાકથી લઇને સાંજના 4-30 કલાક સુધી મતદાન કરવામાં આવશે. આ વખતે મતદાન કરવા માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. કારણે કે આ જ દિવસે જનમત સંગ્રહ પણ થવાનું છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગ ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહી. કારણ કે, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની ચૂંટણીના શેડ્યુલ
29 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો દાખલ કરી શકાશે
30 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રોની તપાસ કરાશે
4 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રોની નિયુક્તિ કરાશે
18 જાન્યુઆરી સુધી અપીલ માટે કાર્યક્રમ હાથ ધરાશે
20 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ
21 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ ચિહ્ન આપશે
12 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરાશે
ચૂંટણીનું મતપત્ર સફેદ અને જનમત સંગ્રહનું મતપત્ર ગુલાબી રહેશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે 56 પાર્ટીઓ ચૂંટણીમાં સામેલ થશે. મુખ્ય મુકાબલો બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે BNP અને નેશનલ સિટીઝન પાર્ટી એટલે કે NCP વચ્ચે યોજાવાનો છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
