<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

શેરબજારમાં મીશોની ધમાકેદાર એન્ટ્રી: ૫૦% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ, રોકાણકારોને બમ્પર કમાણી

ઈ-કોમર્સ કંપની મીશો ના આઈપીઓનું શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. કંપનીનો શેર તેના ઈશ્યુ પ્રાઈસ કરતા ૫૦ ટકાના જંગી પ્રીમિયમ સાથે લિસ્ટ થતા રોકાણકારોને પહેલા જ દિવસે મોટી કમાણી થઈ છે. રિટેલ કેટેગરીમાં પણ આ આઈપીઓને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

શેરબજારમાં ગઈકાલે મીશોના શેરનું લિસ્ટિંગ રોકાણકારો માટે દિવાળી જેવું સાબિત થયું હતું. કંપનીએ આઈપીઓ માટે શેરની કિંમત (પ્રાઈસ બેન્ડ) ૧૦૫ થી ૧૧૧ રૂપિયા નક્કી કરી હતી. જેની સામે આજે બજારમાં શેર ૧૬૭ રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. એટલે કે, જેમણે આ આઈપીઓ ભર્યો હતો તેમને શેર દીઠ સીધો ૫૦ ટકાથી વધુનો નફો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મીશોના આઈપીઓને લઈને બજારમાં પહેલાથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને રિટેલ રોકાણકારોએ આમાં મોટો રસ દાખવ્યો હતો, જેના કારણે રિટેલ કેટેગરીમાં ૧૯.૮૯ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. કંપનીની ભવિષ્યની યોજનાઓ અને ગ્રોથને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો આ લિસ્ટિંગને ખૂબ જ સકારાત્મક ગણાવી રહ્યા છે.

 

(9:51 AM IST)