<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વીર સાવરકર એવોર્ડ વિવાદ: શશિ થરૂરે સ્વીકારવાનો ઈન્કાર કર્યો, આયોજકોએ કહ્યું- પહેલા હા પાડી હતી

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને જાહેર કરવામાં આવેલા 'વીર સાવરકર એવોર્ડ' ને લઈને મોટો વિવાદ સર્જાયો છે. થરૂરે સ્પષ્ટ શબ્દોમાં આ પુરસ્કાર સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે, જ્યારે આયોજક સંસ્થાનો દાવો છે કે થરૂરને પહેલાથી જાણ હતી અને હવે તેઓ રાજકીય દબાણને કારણે ફરી ગયા છે.

એચઆરડીએસ ઈન્ડિયા નામની સંસ્થાએ તાજેતરમાં શશિ થરૂરને સામાજિક સેવા બદલ વીર સાવરકર એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત બાદ તરત જ થરૂરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારી સંમતિ લીધા વિના જ મારું નામ જાહેર કરવામાં આવ્યું છે અને હું આ એવોર્ડ સ્વીકારવા માંગતો નથી. કોંગ્રેસની વિચારધારા અને સાવરકરની વિચારધારા વચ્ચેના મતભેદોને જોતા થરૂરનો આ નિર્ણય સ્વાભાવિક માનવામાં આવે છે.

 

બીજી તરફ, આયોજક સંસ્થાના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે તેમણે એવોર્ડની જાહેરાત કરતા પહેલા થરૂરનો સંપર્ક કર્યો હતો અને તેમને જાણ કરવામાં આવી હતી. સંસ્થાનું કહેવું છે કે થરૂરે શરૂઆતમાં કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, પરંતુ હવે જ્યારે જાહેરાત થઈ ગઈ છે ત્યારે પાર્ટીના હાઈકમાન્ડ અથવા અન્ય રાજકીય દબાણને કારણે તેઓ પીછેહઠ કરી રહ્યા છે. આ ઘટનાક્રમે કેરળના રાજકારણમાં પણ ચર્ચા જગાવી છે.

(9:54 AM IST)