<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

રાહુલ ગાંધીની જર્મની યાત્રા પર રાજકીય યુદ્ધ: ભાજપે કહ્યું 'લીડર ઓફ પર્યટન', પ્રિયંકાએ પીએમની વારંવાર વિદેશ યાત્રાની યાદ અપાવી

સંસદનું શિયાળુ સત્ર ચાલુ હોવા છતાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જર્મનીની મુલાકાતે જતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપે કટાક્ષ કરતા તેમને 'લીડર ઓફ પર્યટન' ગણાવ્યા છે, જ્યારે બચાવમાં ઉતરેલા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનની વિદેશ યાત્રાઓનો ઉલ્લેખ કરી વળતો જવાબ આપ્યો છે.

 

સંસદના મહત્વપૂર્ણ સત્ર વચ્ચે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે રવાના થતાં ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓએ કહ્યું કે એલઓપી (લીડર ઓફ ઓપોઝિશન) નો અર્થ રાહુલ ગાંધી માટે 'લીડર ઓફ પર્યટન' બની ગયો છે. ભાજપે આક્ષેપ કર્યો કે જ્યારે દેશના મહત્વના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થવાની હોય ત્યારે રાહુલ ગાંધી ગંભીરતા દાખવવાને બદલે વિદેશમાં રજાઓ મનાવવા જઈ રહ્યા છે.

 

આ ટીકાઓનો જવાબ આપતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી પોતે પોતાના કાર્યકાળનો અડધો સમય વિદેશ પ્રવાસોમાં વિતાવે છે, ત્યારે ભાજપને કોઈ સમસ્યા દેખાતી નથી. તેમણે રાહુલ ગાંધીના બચાવમાં કહ્યું કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો માટે જવું એ કોઈ ગુનો નથી અને ભાજપ બિનજરૂરી રીતે આ મુદ્દાને ચગાવી રહ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષોના સમર્થકો વચ્ચે જંગ જામ્યો છે.

(10:00 AM IST)